સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદ ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ હવે અતિક અહેમદની હત્યાના કેસમાં પૂછપરછ કરવામાં આવશે.
યુપી પોલીસે પણ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ રિમાન્ડ પર પણ લઈ શકે છે. યુપી પોલીસ ટૂંક સમયમાં માફિયા અતીક અહેમદની પૂછપરછ કરશે. યુપી પોલીસે હત્યાના કેસ અંગે સાબરમતી જેલને જાણ કરી છે ત્યારે અતિકની મુશ્કેલીઓ ફરી વઘી શકે છે.
અતિકનું પ્રકરણ ફરી એકવાર સજા સંભળાવ્યા બાદ સામેઆવ્યું છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં માફિયા અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને સાબરમતી જેલમાં ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉમેશ પાલ મર્ડર કેસમાં યુપી પોલીસ કોર્ટમાંથી વોરંટ લઈને તેમને યુપી લઈ જઈ પૂછપરછ કરે તેવી પણ શક્યતા છે. જો આમ નહીં થાય તો અતીક અહેમદની સાબરમતી જેલમાં પણ પૂછપરછ થઈ શકે છે.
અતિકને ફરી યુપી લઈ જવામાં આવી શકે છે
24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં રાજુ પાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતિકનું નામ પણ સામે આવ્યું છે. જેથી ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદની મુશ્કેલીઓમાં ફરી વધારો થતો જોવા મળી રહ્યો છે. યુપી પોલીસ દ્વારા બની શકે છે કે, વોરંટ મળ્યા બાદ તેને પ્રયાગરાજ પણ લઈ જવામાં આવી શકે છે. યુપીની પ્રયાગરાજ પોલીસે અતીકના આખા પરિવારનું નામ લીધું છે.
યુપી પોલીસે કાગજી કાર્યવાહી શરુ કરી
ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદ બાદ હવે યુપી પોલીસ હત્યા કેસમાં પૂછપરછ કરી શકે છે. યુપી પોલીસે તેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુપી પોલીસના એક કર્મચારીએ આ અંગે સાબરમતી જેલને જાણ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉમેશ પાલ હત્યા કેસની એફઆઈઆરમાં માફિયા અતીક અહમદનું નામ છે. આવી સ્થિતિમાં તેની પૂછપરછ કરવામાં આવશે.