પથ્થરમારાની ઘટનામાં દરેક તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં રામનવમીના દિવસેટ બનેલી હિંસાની ઘટના મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું હતું.
વડોદરાની પથ્થરમારાની ઘટનાના પડઘા ઘેરા પડતા ફરીવાર આ પ્રકારે ઘટના બનતા ગૃહ મંત્રી એક્શનમાં જોવા મળ્યા હતા. સંઘવીએ તેમના નિવેદનમાં તોફાની તત્વો સામે લાલ આંખ કરતા કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું.
કોઈ પણ પ્રકારની અફવાઓને વેગ ના આપવો
વડોદરામાં થયેલી હિંસા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મીડિયા સમક્ષ વધુ નિવેદન આપતા તેમણે કહ્યું કે, આરોપીઓ રાજ્યની બહાર ભાગીને ગયા છે તેમને પણ શોધી પાડવામાં આવશે. શોભાયાત્રામાં પથ્થરમારો થવો એ ગંભીર બાબત છે. તોફાની તત્વો સામે કાર્યવાહી થશે. કોઈ પણ પ્રકારની અફવાઓને વેગ આપવો ના જોઈએ તેમ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું.
પોલીસ બંદોબસ્ત વચ્ચે પથ્થરમારો કેવી રીતે થયો તેનો પણ રીપોર્ટ સોંપાશે
ઉલ્લેખનીય છે કે, વડોદરા પથ્થરમારાની ઘટનામાં પોલીસે 30 જેટલા આરોપીઓની ધરપક કરી છે. ફરીયાદમાં નામ જોગ 45 જેટલાના નામો સામે આવ્યા છે આ ઉપરાંત ટોળા સામે પણ ફરીયાદ દાખલ કરાઈ છે. ત્યારે હજૂ પણ પોલીસ પહોંચથી દૂર પથ્થરમારોની પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગ પણ આ મામલે એક્શનમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ પથ્થરમારો કેવી રીતે થયો તેના પણ કારણો શોધવામાં આવશે.