પલસાણા તાલુકાના મલેકપુર ગામે નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘શ્રમદાન શિબિર’ની પૂર્ણાહુતિ
૫૦ થી વધુ યુવાઓએ એકતા, અનુશાસન અને સ્વચ્છતા મિશનની ટ્રેનિંગ મેળવી
કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા તાલુકાના મલેકપુર ગામે યુવાઓ માટે ત્રિદિવસીય ‘શ્રમદાન શિબિર’ યોજાઈ હતી. જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં ૫૦ થી વધુ યુવાઓએ એકતા, અનુશાસન અને સ્વચ્છતા મિશનની ટ્રેનિંગ મેળવી હતી. ભારતમાં યોજાઈ રહેલી G20 અને Y20 જેવી વિશ્વ કક્ષાની ઈવેન્ટ્સ વિશે તેમને માહિતગાર કરાયા હતા.
નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા મલેકપુર ગામના ઉમરિયા ફળીયામાં સુલભ શૌચાલયનું નિર્માણ કરાયું હતું. ‘સાથે મળીને હાથ લંબાવીશું, પલસાણાને સ્વચ્છ બનાવીશું’ એવા પ્રેરક સૂત્રોચ્ચાર સાથે ગામના યુવાનો, મહિલાઓ, વડીલોને સ્વચ્છતા પ્રતિ જાગૃત પણ કરાયા હતા.
આ શિબિરમાં નેહરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક સત્યેન્દ્ર યાદવ, પલસાણાના યુથ બ્રિગેડ, યુથ ક્લબના સભ્યો જિતેન્દ્ર શર્મા અને રાજીવભાઈ સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પલસાણા તાલુકાના મલેકપુર ગામે નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘શ્રમદાન શિબિર’ની પૂર્ણાહુતિ