કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત ભાજપની જેમ જ મોટી જીત મેળવવા 2022ની વિધાનસભાની ચૂંટણીનું મોડલ અપનાવતા સ્લોગનથી લઈને બૂથ મેનેજમેન્ટ તેમજ કાર્પેટ બોમ્બાર્ડીંગ તમામ ભાજપના મોટા નેતાઓની સભાઓ, રોડ શો સાથેનો મોટો પ્રચાર સહીતની પેટર્ન અપનાવવામાં આવશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની પ્રતિષ્ઠા દાવ પર છે. આ જ વ્યૂહરચના સાથે ગુજરાત ભાજપના નેતાઓ પણ ઉતરશે.
- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાત મોડલ અપનાવશે
- ભાજપના 100થી વધુ કાર્યકરો કર્ણાટકમાં જશે
- ગુજરાત ભાજપના કાર્યકરોને પણ સોંપાશે જવાબદારીઓ
- કર્ણાટકમાં પણ ગુજરાતની જેમ જ મીડિયા સેન્ટર
- રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો ઉપયોગ
કર્ણાટક એ ભાજપનું દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રથમ પ્રવેશ દ્વારા છે જેથી આ વખતે મોટી જીતનો દબદબો બનાવવા માટે ગુજરાતની સફળતાનું મોડલ એપ્લાટ કરવામાં આવશે. ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભાજપ કર્ણાટકમાં આ જ તર્જ પર આગળ વધવા માંગે છે. જે માટે કાર્યકર્તાઓ અને નેતાઓ કર્ણાટકના પ્રવાસે પહોંચી પણ રહ્યા છે.
આ સ્લોગનો અપનાવવામાં આવશે
– ભરોસાની ભાજપ સરકાર સ્લોગનનો ગુજરાત બાદ કર્ણાટકમાં ઉપયોગ
– ડબલ એન્જિન સરકાર સપના સાકાર સ્લોગનનો પણ કરાયો ઉપયોગ
– કર્ણાટકમાં પણ ગુજરાતની જેમ જ મીડિયા સેન્ટર
ગુજરાતના 100થી વધુ કાર્યકરોને સોંપાશે બૂથની જવાબદારી
રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસમાં પણ ગુજરાત પેટર્નનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાંથી ભાજપના 100થી વધુ કાર્યકરો કર્ણાટકમાં જશે. ભાજપના કાર્યકરોને બૂથ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે. આ સિવાય પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર, આગેવાનો પ્રચાર અને તૈયારીઓમાં જોડાયા.
સીએમ પણ કર્ણાટકમાં જશે
ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકના પ્રવાસે આગામી દિવસો દરમિયાન જશે. જ્યાં તેઓ કર્ણાટકમાં ગુજરાતી પરીવારો સાથે સમૂહ ભોજન પણ લેશે. તેમના અન્ય કાર્યક્રમો પણ કર્ણાટકમાં યોજાય તેવી શક્યતાઓ છે. ભાજપ ગુજરાતના મીડિયા કન્વીનરોને બેંગ્લોરની જવાબદારી સોંપવામાં આવી છે. બેંગ્લોરમાં મીડીયા સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.