Mint Benefits: ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં તમે ખાવા અને સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખશો તેટલા જ તમે ફિટ અને રોગોથી દૂર રહેશો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુને વધુ પ્રવાહી અને પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. ગરમીથી રાહત મેળવવા માટે વિવિધ વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લોકો ઘણા પ્રકારના પીણાંનો ઉપયોગ કરે છે. ઉનાળામાં ફુદીનાની માગ પણ વધુ હોય છે. આ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ જ કારણ છે કે ફુદીનાનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. જો તમે ઉનાળામાં ફુદીનાનું સેવન કરો છો તો તેનાથી 5 મોટા ફાયદા થાય છે.
પાચન સારુ રાખે
એક હેલ્થ વેબસાઈટ મુજબ, ફુદીનાના ઉપયોગથી પાચન સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો પેટમાં દુ:ખાવો છે તો ફુદીના, જીરુ, કાળા મરી, અને હીંગનું મિશ્રણ ખાવાથી તરત ફાયદો થાય છે.
ચહેરા પર જોવા મળે છે તાજગી
ફુદીનો કાકડીની જેમ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે. જો તેના પાંદડામાંથી રસ કાઢીને ચહેરા પર લગાવવામાં આવે તો ત્વચાને ભેજ અને તાજગી મળે છે. જો તમે ઈચ્છો તો ફુદીનાના પાનમાંથી રસ કાઢીને તેમાં દહીં કે મધ મિક્સ કરીને ખાઓ. તેનાથી અદ્ભુત ફાયદો થશે.
એલર્જીને કરે છે દૂર
જો કોઈને એલર્જીની સમસ્યા હોય તો ફુદીનો ખૂબ જ ઉપયોગી છે. નાક અને આંખોને લગતી એલર્જીને દૂર કરવામાં ફુદીનાનો કોઈ તોડ નથી. તે મનને શાંત રાખવાનું પણ કામ કરે છે અને તણાવને દૂર રાખે છે.
ઉધરસ અને શરદીની થઈ જાય છે છૂટ્ટી
તમે ફુદીનાથી ઘણા પ્રકારના પીણાં તૈયાર કરી શકો છો. આ પીણાં ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. જો કોઈને કફ-શરદી કે ઉધરસની સમસ્યા હોય તો ફુદીનાની ચા પીવાથી ઘણી રાહત મળી શકે છે.
રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે
ફુદીનો તમારી રોગપ્રતિકારક શક્તિને ખૂબ મજબૂત બનાવી શકે છે. તેના માટે ફુદીનો લીંબુ અને નારિયેળ સાથે પીવો જોઈએ. તેના કારણે શરીરની ઉર્જા જળવાઈ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.