અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસો ગુજરાત રાજ્યમાંથી નોંધાઈ રહ્યા છે. 766 એક્ટિવ કેસો નોંધાઈ રહ્યા છે. 200 જેટલા કેસો પશ્ચિમ ઝોનમાં છે. તેમાં પણ ઉત્તપ પશ્ચિમ ઝોનમાં 160થી વધુ એક્ટિવ કોરોના કેસો છે. કોરોનાના કારણે કેટલાક પેશન્ટસ એડમિટ પણ થઈ રહ્યા છે. કોરોનાની આ સ્થિતિને જોતા 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ પણ હોસ્પિટલોની અંદર યોજવામાં આવશે.
માર્ચ મહિનાથી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો હતો. ત્યારે એપ્રિલ મહિનામાં પણ કેસોનો સીલસીલો જારી રહ્યો છે. કોરોનાના કેસો વધુ જોવા મળતા ચિંતા પણ તેના કારણે વધી છે.
અમદાવાદ કોર્પોરેશનના તમામ PHC અને CSC કેન્દ્રો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જે પણ કોરોના પોઝિટિવ જણાય છે તેને ઘરે જ આઈસોલેશનમાં રાખવામાં આવી રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના વેક્સીન કોવિશિલ્ડ અને કોવેક્સિન ઉપલબ્ધ ન હોવાના કારણે રસીકરણ પણ જૂજ થઈ રહ્યું છે.
આ વિસ્તારોમાં સૌથી વધુ કેસો
શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસો અત્યારની સ્થિતિ પ્રમાણે થલતેજ, બોપલ, ઘુમા, નવરંગપુરા, વસ્ત્રાપુર, બોડકદેવ વિસ્તારમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે. અગાઉ પણ આ વિસ્તારોમાં જ સૌથી વધુ કેસો કોરોનાના નોંધાયા હતા ત્યારે અત્યારે પણ એક્ટિવ કેસો અહીં વધુ છે.