બનાસકાંઠા થરાદમાંથી જીત મેળવેલા ધારાસભ્ય અને હાલના વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ અરજી હાઈકોર્ટમાં અપક્ષના મહિલા ઉમેદવાર ભગવતી બ્રહ્મક્ષત્રીયએ કરી છે અને તેમની જીતને પડકારી છે.
- અપક્ષ ઉમેદવાર જીતને પડકારી
- ભગવતી બ્રહ્મક્ષત્રીયએ શંકર ચૌધરીની જીતને પડકારી
- અરજદારે લગાવ્યા આ મોટા આક્ષેપ
- ફોર્મ ભરતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કર્યાનો આક્ષેપ
- સોગંદનામાં રજૂ થતી માહિતીમાં ફેરફારનો આક્ષેપ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવીને રેકોર્ડ તોડ્યા છે. બનાસકાંઠાના થરાદમાંથી જંગી બહુમતી સાથે ચૂંટણી જીતેલા શંકર ચૌધરીને તેમના રાજકિય અનુભવને આધારે પાર્ટી તરફથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્યએ મોટી જીતથી વિજય મેળવ્યો હતો પરંતુ આ જીતને હવે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.
શંકર ચૌધરીની જીતને ભગવતીબેન બ્રહ્મક્ષત્રીએ પડકારી છે. જો કે, અગાઉ આ પહેલા મોરબીના ધારાસભ્યની જીતને પણ પડકારવામાં આવી છે ત્યારે ફરી આ પ્રકારે અન્ય અરજી કરવામાં આવી છે.
અરજદાર તરફથી કરાયા આ આક્ષેપો
ઉમેદવારી ફોર્મ ભરતી વખતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કર્યાનો આક્ષેપ અપક્ષ ઉમેદવાર તરફથી કરાયો છે. સોગંદનામાં રજૂ થતી માહિતીમાં પણ ફેરફાર કરાયોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટમાં આ મામલે અરદારે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 હેઠળ કરી અરજી હતી. આ આક્ષેપ અને અરજી મામલે ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસો હાથ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.