જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ તાબડતોબ કાર્યવાહીઓ થઈ રહી છે અને અવારનવાર સુરક્ષાદળો સાથે આતંકીઓની અથડામણ અને એન્કાઉન્ટરની ખબરો સામે આવી રહી છે. ત્યારે આ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કસ્ટડીમાંથી બે આતંકવાદીઓ ફરાર થઈ ગયા છે. બંને ફરાર આતંકવાદીઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બંને આતંકવાદીઓની શોધમાં છે. જમ્મુ કાશ્મીરથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદીઓ રસ્તા પરથી ફરાર થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે બંને આતંકવાદીઓને બારામુલા પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યા હતા, રસ્તામાં જ બંને આતંકીઓ પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે.
બંને આતંકીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ બંને આતંકીઓ બારામુલ્લામાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા છે. પોલીસે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસ બંને આતંકવાદીઓને સક્રિય રીતે શોધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લશ્કર-એ-તૈયબાના આ આતંકવાદીઓ આજે જ્યારે પોલીસ તેમને જિલ્લા જેલ બારામુલાથી બારામુલ્લા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવી રહી હતી ત્યારે નાસી છૂટ્યા હતા. આતંકીઓ ભાગી ગયા હોવા બાદથી સમગ્ર ઘાટીમાં પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે.
બંને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા
જણાવી દઈએ કે બંને ફરાર આતંકવાદીઓની ઓળખ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મારૂફ નઝીર અને શાહિદ શૌકત તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે, આ બંને આતંકવાદીઓ બારામુલ્લામાં દારૂની દુકાન પર થયેલ હુમલાની ઘટનામાં સામેલ હતા. તે સમયે આ બંને આતંકવાદીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા. આ ઘટના બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ બંને ફરાર આતંકવાદીઓને સક્રિયપણે શોધી રહી છે.