ફેમસ કોમેડી શો ‘Khichdi’ ટીવી પર એકવાર ફરીથી હસાવવા માટે તૈયાર છે. ૧૪ વર્ષ પછી આ સિરિયલ નાના પડદા પર વાપસી કરશે. આ શોની અત્યાર સુધી બે સીઝન આવી ચૂકી છે. ૨૦૦૪ માં તેની લાસ્ટ સીઝન આવી હતી. Khichdi સિરીયલની પ્રથમ બે સીઝન વધારે સફળ રહી હતી. તેવામાં ત્રીજી સીઝન પણ સફળ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, આ શો આઈપીએલના સમયમાં શરુ થઇ રહ્યો છે પરંતુ શોના નિર્માતાઓનું માનવું છે કે, તેનાથી શોને ફાયદો મળશે. તેમનું કહેવું છે કે, જ્યારે પણ મેચમાં બ્રેક હોય છે અથવા મેચ બોરિંગ લાગે છે તો લોકો કોમેડી શો જોવાનું પસંદ કરે છે. તેનાથી શોને નવા દર્શકો મળશે.
ખિચડી શોની નવી સીરીઝમાં તમને તે જૂની કાસ્ટ જોવા મળશે. શોમાં અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જેડી મજેઠીયા નજર આવશે. આ સિવાય રેણુકા દેસાઈ, રત્ના પાઠક શાહ અને દીપશિખા નાગપાલ પણ દરેક એપિસોડમાં એન્ટરટેનમેન્ટનો તડકો લગાવશે. આ સિરીયલના સૌથી ફેમસ કિરદાર હંસા બેન અને પ્રફુલ્લને બધા ઓળખે છે. આ ફર્સ્ટ ઇન્ડિયન ટીવી સિરીયલ છે જેના પર ફિલ્મ બની હતી.