મંત્રીએ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની ૧૫% વિવેકાધીન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, નગરપાલિકાની વિવેકાધીન ગ્રાંટ હેઠળ જોગવાઈ વર્ષ-૨૦૨૩-૨૪, વિવેકાધીન જિલ્લા કક્ષાની જોગવાઈ વર્ષ-૨૦૨૩-૨૪, ખાસ પ્લાન (બક્ષીપંચ) યોજના વર્ષ-૨૦૨૩-૨૪, MPLADs અને ATVT યોજના હેઠળ થનારા કામોની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ તેમજ વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામ ના ધારાસભ્યોશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી અને રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં વિગતવાર સમીક્ષા કરી મંજૂરી આપી હતી. બેઠકમાં ગ્રામ્ય આંતરિક ડામર રસ્તા, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય વીજળીકરણ, , પેવર બ્લોકના રસ્તા, નવી આંગણવાડી બનાવવા અને મરામત કરવા, નાળા બનાવવા, પાણી પુરવઠા માટે ટાંકી, પાઈપલાઈન, બોર બનાવવા, સ્થાનિક વિકાસ માટે જાહેર શૌચાલયો અને સ્મશાનભૂમી બનાવવા, મજૂર અને મજૂર કલ્યાણ માટે મજૂર કેન્દ્ર મકાનનું કામ, ભૂમી સંરક્ષણ માટે પ્રોટેક્શન વોલ, બસ સ્ટેન્ડ બનાવવા,આર.સી.સી ગટર બનાવવા, ભૂગર્ભ ગટરની સફાઈ માટે હાઈડ્રોલિક ઓપરેટેડ મશીન ખરીદી, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે કામોને મંજૂરી આપવા બાબતે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં જિલ્લાના ૧૫% વિવેકાધીન જોગવાઈના ૭૫૦ લાખના ૪૨૧, ૫% પ્રોત્સાહકના ૨૫ લાખના ૧૩ અને નગરપાલિકાના વિવેકાધીન ગ્રાંટ હેઠળ ૧૨૫ લાખના ૧૩ કામોને બહાલી આપવામાં આવી હતી. જે અંતર્ગત ૧૫% વિવેકાધીન અને ૫% પ્રોત્સાહક જોગવાઈ હેઠળ ધરમપુર તાલુકામાં કુલ ૫૪ કામો માટે રૂ. ૧૫૦ લાખ, કપરાડા તાલુકામાં કુલ ૧૨૮ કામો માટે રૂ. ૧૫૦ લાખ, પારડી તાલુકામાં કુલ ૭૧ કામો માટે રૂ. ૧૨૫ લાખ, ઉમરગામ તાલુકામાં કુલ ૫૭ કામો માટે રૂ. ૧૨૫ લાખ, વાપી તાલુકામાં કુલ ૫૦ કામો માટે રૂ. ૧૨૫ લાખ અને વલસાડ તાલુકામાં કુલ ૭૪ કામો માટે રૂ. ૧૫૦ લાખનું જ્યારે જિલ્લાની નગરપાલિકાઓમાં ૧૫% વિવેકાધિન જોગવાઈ હેઠળ વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર પાલિકાઓમાં કુલ ૧૩ કામો માટે રૂ. ૧૨૫ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા ઝા, જિલ્લા અયોજન અધિકારી મનીષ ગામિત, વલસાડ, પારડી અને ધરમપુર તાલુકાના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી નીલેશ કુકડીયા, ડી.જે. વસાવા અને કેતુલ ઈટાલિયા, દરેક તાલુકા પંચાયત પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન(સ્ટેટ) વિભાગના કાર્યપાલક ઈજનેર નિલેશભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર નિખિલ પાંચાલ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સંબંધિત વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
