કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની અાજે જાહેરાત કરી દેવામાં આવી છે. કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન યોજાશે અને 15 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી આયોગ મુજબ 17 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ 25 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મની તપાસ કરવામાં આવશે જ્યારે 27 એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચી શકશે.
કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ મતદારો છે. 97 ટકા મતદાતાઓને ફોટો ઓળખ પત્ર આપી દેવામાં આવ્યું છે. આ વખતે કર્ણાટકમાં 56 હજાર પોલિંગ બૂથ બનાવામાં આવ્યા છે. 28 મે પહેલા દરેક પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.કર્ણાટકામાં ચૂંટણીની તારીખની જાહેર થયાની સાથે જ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી રાત્રે 10 થી સવાર 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.