રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ટૂંક સમયમાં જ સૌપ્રથમ 350 રૂપિયાના સિક્કા ચલણમાં લાવશે. સેન્ટ્રલ બેંકે ગુરુ ગોવિંદ સિંહજી મહારાજની 350મા પ્રકાશોત્સ્વ પર તેને સામાન્ય જનતા માટે બજારમાં રજૂ કરવામાં આવશે.જો કે આ ખૂબ જ ટૂંકા ગાળા માટે ચાલુ રહેશે.દેશભરમાં નાના સિક્કાઓનું પ્રચલન સમાપ્ત થયા પછી આરબીઆઈનું આખો ભાર હવે મોટા સિક્કાઓ તરફ આગળ વધ્યું છે.
આરબીઆઇ કેટલાક ખાસ પ્રસંગોએ સિક્કા બહાર પાડે છે. આ સિક્કા 44 એમએમના હશે અને તેમાંથી ચાંદી, કોપર, નિકલ અને ઝીંક મળશે.સિક્કાના આગળના ભાગમાં અશોક સ્તંભ અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું હશે.સિક્કાની બંને બાજુએ અંગ્રેજીમાં ભારત અને દેવનાગરી લિપિમાં ભારત લખેલું હશે.સિક્કાના પાછળના ભાગમાં શ્રી હરિમંદર જી પટનાયક સાહિબના તખ્તાનું ચિત્ર હશે.આ ચિત્ર ઉપર અને નીચેનાં ભાગોમાં અંગ્રેજી અને દેવનાગરીમાં ‘શ્રી ગુરુ ગોવિંદ સિંહજીનું 350 મી પ્રકાશ ઉત્સવ’ લખેલુ હશે.1666-2016 પણ લખેલું હશે.
આરબીઆઈની નોટિસ મુજબ કોઇન્સનું વજન 34.65 થી 35.35 ગ્રામ વચ્ચે હોવું જોઈએ.આરબીઆઇએ હજુ જાહેર કર્યુ નથી કે અા નવા 350ના સિક્કા ચલણમાં ક્યાં સુધી રહેશે.