મોદી સરનેમ બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટ આજે મહત્વની સુનાવણી કરશે. જસ્ટિસ હેમંત એમ પ્રાચકની કોર્ટમાં બપોરે 2.30 વાગ્યે સુનાવણી શરૂ થશે.
29 એપ્રિલે થયેલી સુનાવણીમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી વતી અનેક નિર્ણયો ટાંકીને દલીલો રજૂ કરી હતી. જેમાં તેણે હાઈકોર્ટને કહ્યું કે આ કોઈ ગંભીર ગુનો નથી. આવી સ્થિતિમાં સજા પર રોક લગાવવી જોઈએ.સિંઘવીએ એમ પણ કહ્યું હતું કે, નહીં તો અમારા અસીલ (રાહુલ ગાંધી)ની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. સિંઘવીએ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ, બીજેપી નેતા હાર્દિક પટેલ, બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીનો પણ ઉલ્લેખ કર્યો હતો.