એપલ આઇફોન લૉન્ચ કરે છે અને આ ટ્રેન્ડ અન્ય સ્માર્ટફોન કંપનીઓ પણ ફોલો કરે છે.સેમસંગ જેવી મોટી કંપની પર એપલે પેટન્ટ ચોરીની ફરિયાદ પણ કરી હતી અને મોટી રકમ પણ વસુલી હતી.આ વખતે એપલ દ્વારા ઘણા લાંબા સમય પછી એક નવી પ્રકારની ડિઝાઇન સાથે iPhone X લોન્ચ થયેલ છે.ધીમે ધીમે કેટલાક કંપનીઓ આઇફોન X જેવા દેખાતા સ્માર્ટફોન લાવવાની તૈયારી શરૂ કરી છે.
ઓપો, વીવો અને એસુસ પછી હવે આ રેસમાં વન પ્લસ પણ સામેલ છે.ટૂંક સમયમાં વન પ્લસ 6 લોન્ચ થઈ રહ્યો છે અને રિપોર્ટ્સ પ્રમાણે તે પણ iPhone X જેવી નોચ આપશે.તેનો ફોટો પણ લીક થઇ ગયો છે જેમાં સાફ રીતે iPhone X જેવું જ નોચ જોઈ શકાશે.એપલે આ વખતે ઓલેડ બેઝલ લેસ ડિસ્પ્લે સાથે આઇફોન એક્સ લોન્ચ કર્યો છે.ડિસ્પ્લેની સૌથી ઉપર કેન્દ્રમાં ખાલી જગ્યા જે ડિસ્પ્લેનો ભાગ નથી.ફ્રન્ટ કેમેરા અને ફેસ આઈડી માં ઘણા પ્રકારનાં સેંન્સર આપ્યા છે અને અહીં પણ ઇયરપીસ પણ છે
હવે બીજી કંપનીઓ પણ બેઝલ લેસ ડિસ્પ્લે સ્માર્ટફોન લાવી રહી છે અને iPhone X ની જેમ જ નોચ આપે છે.One Plus સીઈઓ કાર્લ પેઇએ કહ્યું છે કેOne Plus 6માં નોચiPhone X ની સરખામણીમાં નાનો હશે.
પ્રશ્ન ઉઠે છે કે કંપનીઓ શા માટે અાવુ કરે છે?સીધો જવાબ આ છે કે એપલ મોટી કંપની છે અને આઇફોન ટ્રેંડ સેટ કરે છે અને અન્ય કંપનીઓ તેને સસ્તામા બજારમાં મુકી માર્કેટ કવર કરે છે. આ એન્ડ્રોઇડ પી માં Google ને આઇપીએલ એક્સ જેવી નોચનો સપોર્ટ અાપ્યો છે.હવે જોવા માટે આ રસપ્રદ છે કે આ વર્ષે એપલ કયા ફીચરથી ટ્રેન્ડ સેટ કરે છે