કૉમનવેલ્થ ગેમ્સના ઉદઘાટન સમારોહને હજુ પાંચ દિવસ થયા છે ત્યાં ગોલ્ડ કોસ્ટની અધિકૃત વેબસાઇટથી સુશીલ કુમારનું નામ રહસ્યમય રીતે ગુમ થઇ ગયું છે,બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમારને શુક્રવાર સુધી રાહ જોવી પડશે કે શું તેઓને ફરી વેબસાઈટ પર સ્થાન મળશે કે કેમ.
સુશીલકુમારનું નામ અામ અચાનક ગાયબ થતા આશ્ચર્ય થાય છે, ત્યાં જ ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ) આ ઘટના પર પોતાની સ્પષ્ટતા આપેલ છે.સુશિલનું નામગાયબ થવાથી ડબલ્યુએફઆઇ અને ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) આ સમગ્ર કેસથી અજાણ હોવાની વાત કરી છે, જ્યારે તેમને આ અંગેની માહિતી આપવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે આ મુદ્દાને સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
જ્યોર્જિયામાં તાલીમ લઇ રહેલા સુશીલકુમારને ગુરુવારે સાંજે ડબ્લ્યુએફઆઇ અધિકારીઓને ઘણી વાર ફોન કરવો પડ્યો હતો.આઇઓએના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ કહ્યું કે સુશીલનું નામ વેબસાઈટ પરથી ગાયબ થવુ એક ટેકનોલોજીકલ ખામી હોય શકે છે. કારણ કે સુશીલકુમારે પહેલેથી જ કાર્ડ અાપવામાં અાવ્યુ છે. ઈજાના કારણે સુશીલ કુમાર એક વર્ષ સુધી રમતથી દૂર રહ્યા હતા.વર્ષ 2016 પછી મેદાનમાં પરત ફર્યા હતા.