ભારતના દમદાર કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-6Aને શ્રીહરિકોટાના અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રથી ગુરુવારે સફળતાપૂર્વક અંતરિક્ષની કક્ષામાં પ્રસ્થાપિત કરી દેવાયો છે. આ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને ભારતીય સેનાને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું કહી શકાય. પીએમ નરેન્દ્ર મોદીએ ISROનs આ સફળ લોન્ચિંગ બાદ શુભકામના પાઠવી છે. ઈસરો અનુસાર આ સેટેલાઈટ પ્રક્ષેપણ દ્વારા ઈસરો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ પ્રણાલિઓનું પરિક્ષણ કરશે, જેને ચંદ્રયાન-2 સાથે મોકલી શકાય છે. સાથે જ આ ઉપગ્રહ ભારતીય સેનાઓ માટે સંચાર સેવાઓને વધારે મજબૂત અને સુવિધાજનક બનાવશે. GSAT- 6Aની સફળ લોન્ચિંગ પર પીએમ નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ઈસરોને અભિનંદન આપતા કહ્યું, ‘ઈસરોને આ સફળ લોન્ચિંગ માટે અભિનંદન. GSAT-6A એક કોમ્યુનિકેશન સેટેલાઈટ છે અને તેનાથી મોબાઈલ એપ્લિકેશન પર નવી સંભાવનાઓ ઉત્પન્ન થશે. દેશને નવી ઉંચાઈ અને ઉજ્જલ ભવિષ્ય તરફ લઈ જવા માટે ઈસરોને શુભકામના.’ આ સેટેલાઈટ દ્વારા હાઈ થર્સ્ટ વિકાસ એન્જિન સહિતની ઘણી સિસ્ટમને પ્રમાણિત કરી શકાશે. જેને ચંદ્રયાન-2ના લોન્ચિંગમાં ઉપયોગ કરી શકાય છે. જણાવી દઈએ કે ચંદ્રયાન 2ની લોન્ચિંગ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં કરી શકાય છે. 2140 કિલો વજના GSAT-6A સંચાર સેટેલાઈટને લઈ જનારા જીએસએલવી એમકે-દ્વિતીયને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી લોન્ચ કરાયો હતો. આ પ્રક્ષેપણ રોકેટની 12મી ઉડાણ હતી. ઈસરો અનુસાર, જીસેટ-6એ સેટેલાઈટ રક્ષા ઉદ્દેશ્યોની સેવાઓ ઉપલબ્ધ કરાવશે. સેટેલાઈટમાં 6 મીટર પહોળું એન્ટિના છે, જે સેટેલાઈટમાં લાગતા સામાન્ય એન્ટિનાથી ત્રણ ગણું પહોળું છે. આ હેન્ડ હેલ્ડ ગ્રાઉન્ડ ટર્મિનલ દ્વારા કોઈપણ જગ્યાએ મોબાઈલ કોમ્પ્યૂનિકેશન સરળ બની જશે. અત્યાર સુધી જીસેટ-6 કોમ્યૂનિકેશન સર્વિસ પુરી પાડતો આવ્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.