2018 આમ તો બોલિવુડ માટે સારુ વર્ષ સાબિત થઈ રહ્યું છે અને માર્ચના એન્ડમાં રિલીઝ થઈ રહેલી બાઘી2થી ઈન્ડસ્ટ્રીને અનેક આશાઓ છે. કેમ કે વર્ષના પહેલા ત્રિમાસિકમાં રિલીઝ થઈ રહેલી પહેલી એક્શન ફિલ્મ છે. ટાઇગર શ્રોફ ઇન્ડ્સ્ટ્રીના એક એક્શન હીરો તરીકે ધીમે ધીમે ઉભરી રહ્યો છે. તેની એક્શન અનેક ચાહકો છે.
ટાઈગરની પોતાની ઈમેજ અને બાઘી2નું ફુલ્લી એક્શન ફિલ્મ હોવાના કારણે જ એડવાંસ ઓપનિંગ રિલીઝના પાંચ દિવસ પહેલાથી જ શરુ થઈ ગઈ હતી. બાઘી2ને વર્લ્ડવાઈડ 4125 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. ભારતમાં 3500 અને વિદેશોમાં 625 સ્ક્રીન્સ પર બાઘી2 રજૂ થશે. 75 કરોડમાં બનેલી બાઘી2ને 45 દેશોમાં રિલીઝ કરવામં આવી રહી છે. ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાન અને પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા સાથે ટાઇગર શ્રોફની આ ત્રીજી ફિલ્મ છે.
ટાઇગર શ્રોફ માટે તેનો ડાન્સ અને એક્શન જ સૌથી મોટા પ્લસ પોઇન્ટ રહ્યા છે જે તમને બાઘી2માં પણ જોવા મળશે. એક્શન પેક્ડ ફિલ્મ બાઘી2 માટે ટાઇગરે ખાસ હોંગકોંગ જઈને માર્શલ આર્ટ્સ શિખ્યું છે. જેની અસર ફિલ્મમાં તમને જોવા મળશે. ફિલ્મને જોતા એકવાર હોલિવુડની રેમ્બો જરુર યાદ આવી જશે.
ફિલ્મમાં ટાઇગર જ્યારે પણ સ્ક્રીન પર દેખાશે ત્યારે તમે તેના ફિઝિક્સના વખાણ કર્યા વગર રહી શકશો નહીં. કદાચ યંગ જનરેશન વચ્ચે આ ફિલ્મને લઈને રહેલા ક્રેઝ પાછળ પણ આ એક કારણ છે. ફિલ્મ બીજા પણ એક કારણસર આકર્ષિત કરી રહી છે તે છે ફિલ્મ્સમના વન લાઇનર્સ. ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મથી જ વન લાઇનર્સ તેમના USP રહ્યા છે. ત્યારે બાઘી2 ફિલ્મના ટ્રેલરમાં આવેલ ડાયલૉગ તો તમને યાદ જ હશે. ‘જો તેરા ટોર્ચર હૈ વો મેરા વોર્મઅપ હૈં’
તો બીજીબાજુ સોશિયલ મીડિયામાં દિશા પટ્ટણીનો પણ જાદૂ ચાલી રહ્યો છે. આ ફિલ્મ ચર્ચમાં આવી તેની પાછળ આ પણ એક કારણ છે. સ્ક્રીન પર દિશા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જોકે એક ટિપિકલ બોલિવુડ એક્શન ફિલ્મમાં હોય તેનાથી વધુ રોલ દિશાના ભાગે નથી. હા, દિશા અને ટાઇગરની કેમેસ્ટ્રી ખૂબ જામી રહી છે. અને કદાચ ફિલ્મમાં તેના રોલ બાદ દિશા વધુ એકબે ફિલ્મ મેળવી શકે છે.
મ્યુઝિકના મામેલ બાઘી2 થોડી નિરાશ કરે છે. તેના પહેલા ભાગ બાઘી જેવી અપેક્ષા સાથે થિયેટરમાં જશો તો ચોક્કસ નિરાશા સાંપડશે. ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિસનું આઇટમ સોંગ એક-દો-તીનનું રિમિક્સ છે પરંતુ જે દર્શકોએ માધુરી દિક્ષિતનું એ ગીત સાંભળ્યું અને જોયું હશે તેઓ રિમિક્સ પચાવી નહીં શકે. એકંદરે એક્શન અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં એકપણ એવું સોંગ નથી જેને સાંભળીને દર્શક ઝુમી ઉઠે.
જ્યારે ફિલ્મમાં રણદીપ હુડ્ડા, મનોજ બાજપેયી, દીપક ડોબરિયાલ જેવા કલાકાર બાઘી2માં જોવા મળ્યા છે. તો પ્રતીક બબ્બર વિલનના રુપમાં કમબેક કરી રહ્યા છે. જોકે એ વાત અલગ છે કે આ રામાયણમાં રાવણ કોઈ અલગ જ નીકળે છે. ફિલ્મ જોયા બાદ વન લાઇનર્સ અને એક્શનની સાથે તેમની પણ ચર્ચા જરુર થશે. એટલે કે જો તમે જબરજસ્ત એક્શન ફિલ્મોના શોખીન છો તો ફિલ્મ તમને જરા પણ નિરાશ નહીં કરે બાકી બીજી વધુ આશા રાખતા નહીં.