આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે સમગ્ર વિપક્ષ સમક્ષ આ માંગણી કરી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના નેતાઓ ઉત્સાહિત છે. હજુ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ મામલો વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદનું કહેવું છે કે જો વિપક્ષ વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા ઈચ્છે છે તો તેણે મોટો ચહેરો રજૂ કરવો પડશે. તેણે કહ્યું, ‘આ ચહેરો એવો હોવો જોઈએ કે તે લોકપ્રિય હોવો જોઈએ, સાથે સાથે તે વિશ્વસનીય પણ હોવો જોઈએ અને તેની સ્વીકૃતિ પણ હોવી જોઈએ.’
#WATCH | If the Opposition wants to defeat PM Modi in 2024, then it has to bring forward a big face that is popular, credible and acceptable. I think there is no leader more popular, acceptable and credible than Priyanka Gandhi. I want to appeal to Opposition parties to declare… pic.twitter.com/w2OhO4EoKT
— ANI (@ANI) May 17, 2023