Xiaomiએ પોતાના ઘરેલુ બજાર ચાઇનામાં Mi TVની એક નવી પ્રોડક્ટ Mi TV 4Sનો ઉમેરો કર્યો છે.કંપનીએ 55 ઇંચના Mi TV 4Sને ચાઇનામાં લોન્ચ કર્યુ છે. એચડીઆર ડિસ્પ્લે, પેચવોલ, ડલ્બી ઑડિઓ અને અન્ય ફિચર્સ અાપવામાં અાવ્યા છે. 55-Mi TV 4S ચીનની કિંમત CNY 2,999 (આશરે 31,100 રૂપિયા) રાખવામાં આવેલ છે.
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Mi TV 4Sમાં 55-ઇંચ (3840×2160 પિક્સેલ) 4 કે ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.ડિરેકટ ટાઇપ બેકલાઇટ, 178-ડિગ્રી વ્યુ એંગલ, 60Hz રીફ્રેશ રેટ અને 8 એમ ડાયનેમિક રીસ્પોન્સ હાજર છે.આ સ્માર્ટ ટીવીમાં 2 જીબી RAM સાથે 1.5GHz 64-બીટ ક્વૉડ-કોર એમેલોજિક કોર્ટેક્સ-એ 53 પ્રોસેસર છે.55-ઇંચ Mi TV 4S 8 જીબી ઇન્ટરનલ મેમરી સાથે 750 મેગાહર્ટઝ માલી 450 GPU છે.
કનેક્ટિવિટીની રીતે વાઇ-ફાઇ 802.11 બી / જી / એન, બ્લુટુથ 4.2 + LE, યુએસબી પોર્ટ, એચડીએમઆઈ પોર્ટ, એવી પોર્ટ, એનલોગ સિગ્નલ ડીટીબીબી અને ઇથરનેટ સપોર્ટ છે.ડોલ્બી અને ડીટીએસમાં 8W બે સ્પીકર્સ આપવામાં આવ્યા છે.