દિલ્હીમાં CBSE પેપર લીક મામલે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિધાર્થીઓ પર લાઠીચાર્જ કરતા વિધાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. જેમાં પેપર લીક કેસમાં રેલી સ્વરૂપે રાજીવ ચોક પહોંચેલા વિધાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં અનેક વિધાર્થીઓને ઈજા પહોંચી છે. આ અંગે વિધાર્થીઓનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે જનપથ પાસે અમારા પર લાઠીઓ વરસાવી હતી.
આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જેએનયુના વિધાર્થીઓ પણ સામેલ હતા. જો કે વિરોધ કરી રહેલા વિધાર્થીઓ આ કેસમાં સીબીઆઈ સહિતની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. તેમજ તેમના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડા માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
CBSE નું ધોરણ ૧૦નું મેથ્સ અને ધોરણ ૧૨નું ઇકોનોમિકનું પેપર વોટ્સએપ પર લીક થયું હતું. જે પેપર એક હજાર રૂપિયાથી લઈને ૩૫ હજાર રૂપિયા સુધી વેચાયું હતું.સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કેયલાય વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અાની સાથે જોડાયેલુ છે.