બે વર્ષ પહેલાં એચએમડી ગ્લોબલ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ લોકપ્રિય ફીચર્સ ફોન નોકિયા 3310 રિ-લૉન્ચ કર્યો હતો. 1994 માં એટલે કે લગભગ 25 વર્ષ પહેલાં નોકિયા 2010 ક્લાસિક ફિચર્સ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ દ્વારા કહેવામાં આવે છે કે નોકિયાની 25મી વર્ષગાંઠની શરૂઆતમાં કંપની નોકિયા 2010ને નવા અવતારમાં લોન્ચ કરવામાં આવશે.
એન્ડ્રોઇડ ઓથોરિટીના એક રિપોર્ટ અનુસાર આગામી વર્ષોમાં Nokia’s first handset’s 25મી વર્ષગાંઠે આ જ સમયે કંપની નોકિયા 2010ના નવા વર્ઝનને લોન્ચ કરશે.તેમ છતાં તેની ડિઝાઇન નવી અને તેની સાથે કલર સ્ક્રીન સાથે 4 જી કનેક્ટિવિટી પણ આપવામાં આવશે.આ જ વર્ષમાં કંપનીએ નોકિયા 8110 લોન્ચ કર્યું છે જે બનાના ફોન પણ કહેવાય છે.નોકિયા 2010 માં તે જ ઓપરેટિંગ સિસ્ટમને આપવામાં આવવાની આશા છે જે કંપનીની ક્લાસિક સીરીઝમાં આપવામાં આવે છે.નોંધનીય છે કે 4 એપ્રિલે ભારત માં નવી નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે.