સુરત: 197 કરોડના સાયબર ફ્રોડ-USDT હવાલા કૌભાંડમાં મિલન દરજીના કૌટુંબિક ભાઈની ધરપકડ
સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા USDT ખરીદી હવાલા કૌભાંડને અંજામ અપનારા મિલન દરજીના કૌટુંબિક ભાઈની દરપકડ કરી છે.અંદાજે 197 કરોડ રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
વિગતો મુજબ દુબઈ સ્થિત ચાઈનીઝ ગેંગની પણ આ કૌભાંડમાં સંડોવણી ખૂલવા પામી હતી. ગેંગ સાથે મળી USDT ખરીદી હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું હતું.કાપોદ્રાના રાજ રૈયાણી કમિશનથી ચાઈનીઝ ગેંગને અલગ અલગ બેન્ક એકાઉન્ટ પુરા પાડતો હતો.
સુરત સાયબર સેલે મોટા વરાછામાં 2024માં છાપો માર્યો હતો અને ગોપીનાથ સોસાયટીના સ્વાધ્યાય કોમ્પલેક્ષમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુંમર, બ્રિજેશ ઇટાલીયા, કેતન વેકરીયાની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત નાનજી બારૈયા, હિત જસાણી, ચંદ્રેશ કાકડીયા, દશરથ ધાંધલીયા, અનિલ ખેની , યોગેશ કુંભાણી સહિત બારને ઝડપી પાડ્યા હતા. આ આખીય તપાસ દુબઈ સુધી પહોંચી હતી.
ચંદ્રેશ કાકડીયા અને મિલન દરજી સહિત અન્ય સાગરીતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેંગ જરૂરિયાત મંદ લોકોની પાસેથી બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની કીટક જ પોતાની પાસે લઈ લેતા હતા અને દુબઈ રહેતા જગદીશને એકાઉન્ટ મોકલવામાં આવતા હતા, આ કેસમાં 35 આરોપીઓ હજી પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે. પોલીસે 13મા ઓરાપી તરીકે રાજ પ્રકાશન રૈયાનીની ધરપકડ કરી,
રાજ રૈયાણી મુખ્ય માસ્ટર માઈન્ડ હોવાનું માનવામાં આવે છે. આરોપી બેંક ખાતા કમિશનથી મેળવી લઈ મિલન દરજીને પહોંચાડતો હતો. આરોપી એ 1029 બેંક ખાતા ખોલાવ્યા,જેના પર અલગ અલગ રાજ્યોમાં 1867 ફરિયાદો નોંધવામાં આવી છે.વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી છે.