- અમદાવાદ બંધથી પ્રભાવિત વિસ્તારોમાં ST બસની સેવા બંધ, ઘોળકા- અમદાવાદ, પોરબંદર-રાણાવાવ,થરાદ-ધાનેરા , કડી-ચાણસ્મા રૂટ પર એસટી બસ બંધ.
- ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાઇપ લાઈનમાંથી પાણીના લીકેજનો મામલો, કલેક્ટર સંદીપ સાંગલેએ સિવિલ સર્જનને શો-કોઝ નોટિસ ફટકારી, સિવિલ હોસ્પિટલમાં પાણીનો બગાડ સામે આવ્યો હતો.
- સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર પ્રદર્શનકારીઓએ કરી દુકાનોમા તોડફોડ, દુકાન પાસે ખરીદી માટે ઉભેલા યાત્રાળુઓના બે બાળકોને પથ્થર વાગતા ગંભીર ઈજા, વેપારીઓ પહોચ્યા ચોટીલા પોલીસ સ્ટેશનમાં
- અમદાવાદમાં એએમટીએસની સેવા બંધ, દલિત સંગઠનોના આદોલનથી 32 બસને નુકસાન, 25 બસના કાચ તોડી નખાયા, 7 બસના કાચ તોડાયા
- બનાસકાંઠાના ડીસાના ભોયાણ પાસે વિજકરંટથી યુવકનું મોત, લક્ઝરી પર સફાઈ માટે ચડેલા ડ્રાઇવરને વીજ કરંટ લાગતા મોત, લક્ઝરી પર વીજ વાયરને અડી જતા સર્જાઈ દુર્ઘટના
- સુરેન્દ્રનગર દલીતોએ વઢવાણ નજીક ભાવનગર સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેનને રોકી કર્યો વિરોધ, ટ્રેન ઉપર કાકરીચાળો, મુસાફરોમાં ગભરાહટનું વાતાવરણ, ટ્રેનમાંથી ઉતરીને ભાગવા લાગ્યા
- સુરત પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ, SC-ST એક્ટના સુધારાનો દલિતો દ્વારા વિરોધ, રિંગ રોડની કાપડ માર્કેટ પાસે વિરોધ કરાયો, કાપડ માર્કેટ બંધ કરવા માટે ચક્કાજામ કરાયો, ચક્કાજામ કરવા મામલે પોલીસ અને દલિતો વચ્ચે ઘર્ષણ, પોલીસે 70થી વધુ લોકોની કરી અટકાયત
- ગાંધીનગર રાજ્યમાં બંધ દરમિયાન થયેલી હિંસાના પગલે સરકાર હરકતમાં, મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી કક્ષાએ મંગાવાઈ વિગતો, પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને હિંસા રોકવા પગલાં ભરવા આદેશ અપાયા
- રાજકોટ કોઠારીયા રોડ નજીકની ઘટના, દેવપરા પાસે સીટી બસમાં કરાઈ તોડ-ફોડ, દલિત સમાજના લોકો દ્વારા કરાઈ તોડ-ફોડ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.