ફેક ન્યૂઝ મામલે PMનો અાદેશ. ફેક ન્યૂઝ પર માર્ગદર્શિકા પરત લેવાશે. માત્ર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને જ નિર્ણયનો અધિકાર રહેશે. નકલી સમાચાર અંગે પ્રેસ રિલિઝ પાછી ખેંચી લેવાશે.
ફેક ન્યૂઝને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારે પત્રકારો માટે કેટલીક નવી ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. તે મુજબ, જો કોઇ પત્રકાર ફેક ન્યૂઝ આપે છે અથવા તેનો પ્રસાર કરતો દેખાશે તો તેની માન્યતા હંમેશ માટે રદ થઇ શકે છે. અા અાદેશનો સર્વત્ર વિરોધ થતા અાજે ફેક ન્યૂઝ મામલે PMનો અાદેશ અાવ્યો છે કે કેન્દ્રએ બહાર પાડેલી ફેક ન્યૂઝ પર માર્ગદર્શિકા પરત લેવાશે.