CBSEએ ધોરણ-10ની ગણિતની પરીક્ષાને ફરીથી નહીં લેવાનો નિર્ણય લીધો છે. પેપર લીકનો કેસ સામે આવ્યા બાદ બોર્ડની તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાને ફરીથી લેવાનું વિચારીશું. ત્યારબાદ સમગ્ર દેશમાં અા વાતનો વિરોધ થયો હતો. આની પહેલાં બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં ફરીથી પરીક્ષાની વાત કહી હતી.જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા અાપી ચુક્યા હતા તેમના માટે અા સમાચાર ખુબજ રાહતના છે.
ઉલ્લેખનીય છે કે 10માની ગણિતની પરીક્ષા 28મી માર્ચના રોજ યોજાઇ હતી.બોર્ડની દલીલ છે કે પેપર લીકના પ્રકરણની કોપીઓ પર અસર પડેલી દેખાઇ નથી. એવામાં ફરીથી પરીક્ષા યોગ્ય રહેશે નહીં.થોડા લોકોની ભૂલની સજા તમામને અાપી શકાય નહી.
જો કે 12માનું ઇકોનોમિક્સનું પેપર 25મી એપ્રિલના રોજ ફરીથી લેવાશે. ઇકોનોમિક્સનું પેપર લીક થવાના કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી જેલમાં મોકલાયા છે. તેમાઁથી બે આરોપી ખાનગી સ્કૂલના ટીચર જ્યારે એક ટ્યુટર છે.