ઍસિડ હુમલો કરી નર્ક સમાન જીંદગી બનાવનાર અારોપીને સજા એવી મળવી જોઈએ કે રૂહ કાંપી ઉઠે. ઍસિડ હુમલો હત્યાથી પણ જઘન્ય અપરાધ છે. અપરાધીને સજા ફટકારતી વખતે જેના પર અા હુમલો થયો હોય તેની હાલત મોતથી પણ વધારે ભયંકર હોય છે. પંજાબ-હરીયાણા હાઇકોર્ટે આ ટિપ્પણી જનહિતની અરજી સુનાવણી દરમિયાન કરી હતી.
હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઍસિડ એટેકની સજા વધારવા માટે વિચારણા કરવાના આદેશો આપ્યા છે.હાઇકોર્ટ જણાવ્યું હતું કે પીડિતોને સહાયતા અને સારવારનો પૂર્ણ ખર્ચ સરકારે આપવો અને તે તેમની જવાબદારી પણ બનશે.પરંતુ 8-10 લાખ આપીને પીડિતોના દુખોને ભૂલી ન શકાય. અાવા અારોપીને કડક સજા મળતા અાવા જઘન્ય અપરાધને નાથી શકાશે.તેમને નોકરી આપી તેમનું પુનર્વસન કરવું પણ અત્યંત અગત્યનું છે.
હાઇકોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢથી અત્યાર સુધીના એસીડ એટેકની તમામ બાબતોની માહિતી માંગવામાં આવી છે જેથી ફરી આ મુદ્દાને લઇને આદેશ આપી શકાય.