રાજ્યસભામાં ભારે હોબાળો થતા બપોરે બે કલાક સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં અાવી છે. રાજ્યસભાની કાર્યવાહી અાજે સવારે જ્યારે શરૂ કરવામાં અાવી ત્યારે વિપક્ષે ભારે હોબાળો કરતા કાર્યવાહી અટકાવવી પડી હતી. આ વખતે રાજ્યસભામાં એક દિવસ પણ કોઈ પણ બાબત પર ચર્ચા થઈ શકી નથી.વારંવાર કાર્યવાહી અટકી પડતા વેકૈંયા નાયડૂ ખુબજ વ્યથિત થઈ ગયા હતા. વેકૈંયા નાયડૂએ કહ્યું કે દેશ વિકાસ ઇચ્છે છે અને તમે દેશના નાગરિકોની ધીરજની પરીક્ષા લઈ રહ્યા છો.દેશ જોઈ રહ્યો છે કે તમે શું કરી રહ્યા છો થોડી તો શરમ કરો.
ઉપ રાષ્ટ્રપતિએ ભારે નારાજગી સાથે કાર્યવાહીને બે વાગ્યા સુધી સ્થગિત કરી હતી.