- પંચમહાલ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગોધરામાં, ગોધરાની ગોવિંદી ગામની શાળાથી ગુણોત્સવનો પ્રારંભ કરાવશે,ગોધરાના ગદુકપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમહુર્ત પણ કરશે.
- અમદાવાદ શહેર પોલીસ 15મી એપ્રિલથી ફરીએક વાર ઇ-મેમો આપવાનુ શરૂ કરશે, ટ્રાફિક નિયમોના ભંગ બદલ પ્રથમ,બીજી અને ત્રીજી વખતના ટ્રાફિકના નિયમ ભંગ બદલ લેવા પાત્ર દંડની રકમ પણ જાહેર કરાઇ, એક જ ટ્રાફિક નિયમના ચોથી વખત ભંગ બદલ લાયસન્સ રદ કરવાની પણ જોગવાઇ
- 25 દિવસ માટે અમદાવાદ પોલીસનું સુકાન મોહન ઝાના હાથમાં, એ.કે.સિંઘ ટ્રેનિંગ પર જતા સોંપાયો ચાર્જ
- ભાવનગરના મેથણાં ગામે સ્વૈચ્છિક બંધારા માટે ખેડૂતો પાવડા-ત્રિકમ વગેરે સાધનો સાથે પહોંચશે, 15 હજારથી વધુ ખેડૂતો કરશે મહેનત
- ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિવસ, દેશભરમાં ભાજપના કાર્યક્રમ, મોદી કાર્યકરો સાથે એપથી કરશે વાતચીત
- વિધાનસભાની વિવિધ સમિતિના પ્રમુખના નામ નક્કી, પૂંજાભાઈ વંશ જાહેર હિસાબ સમિતિના તો નીમાબહેન આચાર્ય અંદાજ સમિતિના પ્રમુખ
- આજથી રાજ્યવ્યાપી ગુણોત્સવનો પ્રારંભ, પંચમહાલના ગોવિંદી ગામથી રૂપાણી કરાવશે શુભારંભ, 54 લાખ બાળકોનું કરાશે મૂલ્યાંકન
- સલમાન ખાનની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જોધપુર જેલમાં સામાન્ય કેદીની માફક વિતાવી રાત
- ભાજપનો આજે સ્થાપના દિવસ, રાજ્યભરમાં સ્થાપના દિનની કરાશે ઉજવણી, 50,000 બૂથ પર કરાશે પત્રિકા વિતરણ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ગોધરા બૂથ યાત્રામાં જોડાશે, CM રૂપાણી ગોધરા અને અમદાવાદમાં આપશે હાજરી, DyCM ખેડામાં રહેશે ઉપસ્થિત, પ્રવક્તા ભરત પંડ્યા રાજકોટમાં કરાવશે કાર્યક્રમની શરૂઆત
- સુરત બ્રિજ પરથી કાર નીચે પડી, કાપોદ્રા ઉત્રાણ બ્રિજ પર મોડી રાત્રે બની ઘટના, સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડી નીચે પડી, કારમાં સવાર 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, અમરોલી પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.