ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વલસાડ જિલ્લાના પ્રવાસે જશે આ પ્રવાસમાં મુખ્યપ્રધાન રૂપાણી આગામી 7 એપ્રિલના રોજ ચીખલા પ્રાથમિક શાળાના ગુણોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.રાજ્યના મુખ્યપ્રધાન પોતાના નિયત કાર્યક્રમ અનુસાર આગામી 7 એપ્રિલ, 2018ના રોજ સવારે 8:30 કલાકે હવાઈમાર્ગે ગુંદલાવ હેલીપેડ ઉપર આવશે, ત્યાર બાદ ત્યાંથી સડકમાર્ગે રવાના થઇ સવારે 8:40 કલાકે ચીખલા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર શાળાના ગુણોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 10:30 કલાકે ચીખલાથી રવાના થઈ સર્કિટ હાઉસ, વલસાડ ખાતે આવશે. જ્યાં તેઓ 11 કલાકે તેમજ બપોરે 2 કલાકની બેઠકમાં હાજરી આપશે. બાદમાં મુખ્યપ્રધાન રૂપાણી 30:30 કલાકે સર્કિટ હાઉસથી નીકળી ગુંદલાવ હેલીપેડથી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા માટે રવાના થશે. જેને લઇ વલસાડ ની ચિખલા ગામે આવેલી પ્રાથમિક શાળા માં તડામાર તૈયારી ચાલી રહી છે આખી શાળામા રંગારંગ થઇ રહ્યું છે.