બીપીઓ ઈન્ડસ્ટ્રી પછી વીતેલા પાંચ વર્ષોમાં આ ક્ષેત્રમાં જ સૌથી વધુ પ્રગતિ થઈ છે. આ ક્ષેત્ર ૩૦ થી ૪૦ ટકા પ્રતિ વર્ષના દરે વૃદ્ઘિ કરી રહ્યું છે. જો આ વૃદ્ઘિ જળવાઈ રહે તો વર્ષ ૨૦૧૮ સુધી ભારત એશિયાનું રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું રૂપ લઈ લેશે. આ પ્રયોસોથી વધશે સફળતા :- કંસ્ટ્રકશન ઈન્ડસ્ટ્રીમાં આર્કિટેક્ચર, બિલ્ડિંગ એન્જિનિયરિંગ અને પ્લાનિંગ જેવા ઘણાં કાર્યો આવે છે. જમીન – સંપત્તિમાં મૂડી રોકાણને સૌથી ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ આધુનિક યુગમાં આ ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. આજે પરંપરાગત મિસ્ત્રીની જગ્યા આર્કિટેકટે લઈ લીધી છે. મિસ્ત્રીનું કામ ફક્ત આર્કિટેકટે બનાવેલા નકશાના આધારે બિલ્ડિંગ તૈયાર કરવાનું જ રહી ગયું છે. આધુનિકરણના ચાલતાં આજે આ ક્ષેત્રમાં કેરિયરની નવી નવી સંભાવનાઓ સામે આવી રહી છે. બધા વિશિષ્ટ કાર્યોને માટે કંસ્ટ્રકશન મેનેજરોની જબર જસ્ત માંગ છે. સ્થિતિ એ છે કે હવે શિક્ષણ સંસ્થાઓએ આ ક્ષેત્રના અનુકૂળ અભ્યાસક્રમ પણ ચલાવવાના શરૂ કરી દીધા છે.
જરૂરી છે સ્કિલ્સ :- આ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે સેલ્સ સ્કિલ્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ, વ્યવહારિક અને કાર્ય પ્રતિ જવાબદારી જેવા ગુણો હોવા જોઈએ. આ એવું ક્ષેત્ર છે જેમાં પ્રોડક્ટની ક્વોલિટી પર કાર્ય પ્રતિ જવાબદારી જેવા ગુણોે હોવા જોઈએ. આ એવું ક્ષેત્ર છે જેમાં પ્રોડક્ટની ક્વોલિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. નિર્માણ નબળું હશે તો કોણ ખરીદશે ? તેથી આજે ગ્રાહક સંપત્તિ ખરીદતાં પહેલાં તેની મજબૂતાઈની ખાતરી કરી લેવા માંગે છે. આ આવશ્યકતાને કારણે હવે પ્રોફેશલ્સની માંગ વધી ગઈ છે. આ લોકો પરંપરાગત પ્રણાલિના જાણકાર હોય છે એટલું જ નહિ પરંતુ આ ક્ષેત્રના મોર્ડન સ્વરૂપથી પણ પરિચિત હોય છે. આમ પ્રોફેશનલ્સનો અનુભવ સ્પષ્ટ રીતે નિર્માણ કાર્ય પર નજર રાખે છે. અનેક વિકલ્પો :- આ ક્ષેત્ર જોબના અનેક વિકલ્પ પ્રદાન કરે છે. કોઈપણ બિલ્ડિંગનું નિર્માણ કરતાં પહેલાં તેનો નકશો તૈયાર કરવામાં આવે છે. તે નકશાને આધારે એન્જિનિયરો અને મજૂરો તેનું નિર્માણ કરે છે. ડિઝાઈનર બન્યા પછી સિવિલ એન્જિનિયરો નિર્માણ સ્થળ, ટેક્નિકલ અને નાણાકીય બાબતોને તપાસે છે. સિવિલ એન્જિનિયરોને માટે સ્ટ્રચરલ એન્જિનિયરીંગમાં બેચલર ડિગ્રી જરૂરી છે. ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર જમીનનો સુંદર ઉપયોગ સુનિશ્ચિત કરે છે. આ બધા કાર્યોને ફીલ્ડ સર્વે અને અભ્યાસ જરૂરી હોય છે. ત્યારબાદ મોડલ, સ્કેચ કે લે – આઉટ તૈયાર કરવામાં આવે છે જેને માટે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરે વિશેષજ્ઞતા હોવી જરૂરી છે. આમાં ડ્રાફ્ટ્સમેનનું કામ પણ ઘણું મહત્વપૂર્ણ હોય છે. તે સામાન્ય રીતે આર્કિટેક્ટની સાથે મળીને કામ કરે છે. ડ્રાફ્ટ્સમેન ઈમારતો, સડકો, પુલો, બંધો વગેરના પ્રાથમિક નકશા તૈયાર કરે છે. કોઈપણ પરિયોજનાને મંજૂરી મળતાં તેને વિસ્તૃત સાઈટ પ્લાન તૈયાર કરે છે. ઈમારત કેટલા માળની બનાવવી, કઈ વસ્તુ ક્યાં બનાવવી વગેરે જેવા કામ ડ્રાફ્ટ્સમેન કરે છે. કન્સ્ટ્રકશન મેનેજમેન્ટમાં અભ્યાસ કરવા માટે ન્યુનતમ યોગ્યતા એન્જિનિયરીંગ, આર્કિટેકચરની કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા આર્ટસ, કોમર્સ કે સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે. તદુપરાંત કંપની સચિવો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ગ્રેજ્યુએટ એન્જિનિયરો અને વાસ્તુકારો પત્ર વ્યવહારથી પણ કોર્ષ કરી શકે છે. અહીં મળશે જોબ્સ રિયલ એસ્ટેટથી જોડાયેલી નવી કંપનીઓ બજારમાં પ્રવેશી રહી છે. જે રિયલ એસ્ટેટ ફાયનાન્સ, ઈન્સ્યોરન્સ, માર્કેટિંગ, લીગલ, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ જેવા કાર્યોને માટે એક્ઝીક્યુટિવ્સની નિમણૂક કરે છે. આ કંપનીઓમાં મેનેજમેન્ટ ટ્ર્ેઈની, આસિસ્ટન્ટ મેનેજર, સેલ્સ, એક્ઝીક્યુટિવ્સ, લીગલ એક્ઝીક્યુટિવ્સ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ ના રૂપે કેરિયર બનાવી શકાય છે. સડક, વીજળી, બંધ, તળાવ, નહેર વગેરે ક્ષેત્રોની વિકાસ પરિયોજનામાં પ્રોજેક્ટ મેનેજર, સાઈટ ઓફિસર, સુપરવાઈઝર વગેરેના રૂપે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે.
લોક નિર્માણ વિભાગ, તાર – ટપાલ, રેલ્વે, ટાઉન કન્ટ્રી પ્લાનિંગ અને સાર્વજનિક ડિપ્લોમાં ઘારક ખાનગી ક્ષેત્રોમાં પણ પોતાનું અજમાવી શકે છે. બહુ રાષ્ટ્રીય કંપનીઓ, રિયલ બેન્કિંગ અને હાઉસિંગ ફાયનાન્સ સેક્ટરમાં પણ કન્ટ્રકશન મેનેજરોની જરૂર પડે છે. તદુપરાંત પોતાની કંપની પણ શરૂ કરી શકે છે.