HDFC બેંકના ગ્રાહકોને ઝટકો હોમ લોન આપનારી HDFC બેંકે વ્યાજ દરોમાં 0.20%નો વધારો કર્યો છે. આ વધારો ડિસેમ્બર 2013 પછી પહેલી વખત થયો છે.રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં વધારો 1 એપ્રિલથી અમલી બનશે. RPLRના આધારે એડ્જસ્ટેબલ રેટ હોમ લોન નક્કી થાય છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા રેટમાં કોઈ વધારો ન કરવામાં આવ્યો હોવા છતાં લિક્વિડિટી ઘટવાને કારણે કેટલીક બેન્કો 2017ના અંતથી વ્યાજદરમાં વધારો કરી રહી છે. એક્સિસ, યસ, કોટક મહિન્દ્રા બેંક તેમના MCLR વધારી ચૂકી છે.
2016માં નોટબંધી પછી લોકોએ બેંકોમાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા જમા કરાવ્યા હતા. તે સમયે બેંકો પાસે રોકડનું પ્રમાણ અત્યંત વધી જતા વ્યાજના દર ઘટ્યા હતા, જેમાં હોમ લોન પર લેવામાં આવતા વ્યાજનો પણ સમાવેશ થાય છે. જોકે, હવે રોકડનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે બેંકોએ વ્યાજ દર વધારવાનું શરુ કર્યું છે.HDFC બેંકે વ્યાજ દરોમાં 0.20%નો વધારો કર્યો છે.ડિસેમ્બર 2013 પછી પહેલી વખત વ્યાજ દરોમાં વધારો થયો છે.