ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી અને રામનગર ગામનો સાંસદ પરેશ રાવલે અાદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધા છે. અાજે સામેત્રી ગામ ખાતે કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. સાંસદ પરેશ રાવલે જણાવ્યુ હતુ કે અાદર્શ ગ્રામ હેઠળ વિકાસકામો જલ્દીથી થાય એટલું જ પુરતુ નથી. ગામના વિકાસ સિવાય ગામમા રહેતો દરેક માણસ વ્યસન મુક્ત થઈ જાય, તંદુરસ્ત વિકાસ થાય વિચારોનો પણ વિકાસ જરૂરી છે.
સાંસદ પરેશ રાવલની અધ્યક્ષતામાં સામેત્રી ગામ ખાતે અાદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિવિધ વિકાસ કામો અને અાયોજન અંગે બેઠકનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. સાંસદ પરેશ રાવલે ઉજ્વલા યોજના અંતર્ગત 30 જેટલા લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કરવામાં અાવ્યુ હતુ.
દહેગામના ધારાસભ્ય બળરાજસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઈ કોયા ઉપસ્થિત રહ્યા હતા.