આઇસીઆઇસીઆઇ બેન્કની સીઇઓ ચંદા કોચર અને તેમના પરિવારના વિડિયોકોન ગ્રુપ સાથે 2001થી સંબંધો છે.બૅન્કની સીઇઓ બનતા પહેલા ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને પરિવારના ચાર સભ્યોના વેણુગોપાલ ધૂત સાથે એક કંપનીમાં ભાગીદારી છે.લાઇવ મિન્ટ અનુસાર, 2001 માં ક્રેડેંશિયલ ફાઇનાન્સ લિમિટેડ નામની એક નાની કંપનીમાં કોચર પરિવારનો બે ટકા હિસ્સો હતો.
1995માં જ્યારે આ કંપની બની હતી, તો કોચર પરિવારના ત્રણ સભ્યો આ કંપનીના ડિરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.જો કે, આ જાણ થઈ નથી કે વેડિઓકોન કંપનીની ત્યારે કેટલી ભાગીદારી હતી.રજિસ્ટ્રેટ ઓફ કંપનીઓના મળેલ દસ્તાવેજોના માધ્યમથી ચંદા કોચર, પતી દીપક કોચર અને દીયર રાજવી કોચરની ભાગીદારી ખૂબ ઓછી છે.2001 માં વિડીયોકોન 17.74 ટકા અને તેની સહાયક કંપની જોય હોલ્ડિંગ પાસે 0.8 ટકા ભાગીદારી હતી.આ ઉપરાંત મહેશ ચંદ્ર પુંગલિયા પાસે પણ એટલા જ શેર હતા.