દારૂ નશા માં છાટકો બનેલ વલસાડ મરીન પોલીસ સ્ટેશન નો પોલીસ કર્મી દારૂ ની હેરાફેરી કરતો રંગે હાથે ઝડપાયો વલસાડ પોલીસ એ સતીશ નામના પોલીસ કર્મી ની તેની દારૂ ભરેલી કાર સાથે ધરપકડ કરી છે.
ગુજરાત માં દારૂ બંધી પર ગુજરાત પોલીસે રોક લગાવી દારૂ ની તસ્કરી પર લાલ આંખ કરી છે ત્યારે દમણ થી દારૂ ની હેરાફેરી ખુદ પોલીસ કર્મી ઓ જ કરે છે. ત્યારે આજ રોજ વલસાડ જિલ્લા ના મરીન પોલીસ માં ફરજ બજાવતા સતીશ નામક પોલીસ કર્મી પોતાની મારુતિ સ્વીફ્ટ કાર નંબર GJ_15_CG_5500_માં દારૂ હેરાફેરી કરતો ઝડપાયો છે સતીશ નામનો પોલીસ કર્મી દમણ થી દારૂ લઇ વલસાડ આવતી વેડા દારૂ નાશ માં કાર પુરપાટ હંકારતા વલસાડ ના અબ્રામા નજીક ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી તરફ આવેલ ઘર માં ઘુસી ગઈ હતી સ્થાનિક લોકો એ વલસાડ સીટી પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી ને દારૂ ભરેલી કાર અને દારૂ પીધેલ હાલત માં પોલીસ કર્મી ની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ આવી હતી જોકે પોલીસ સ્ટેશન માં પોલીસ કર્મી નું શુટિંગ દરમિયાન દારૂ ના નશા માં છાકટો બને પોલીસ કર્મી મીડિયા કર્મી પર પણ હુમલો કર્યો હતો અને કેમેરા પર હાથ મારી ને પોતાની દાદાગીરી બતાવતો નજરે પડ્યો હતો વલસાડ પોલીસ એ સતીશ નામના પોલીસ કર્મી ની કાર માંથી 5 થી વધુ દારૂ ની પેટી મળી આવી હતી હાલ તો વલસાડ પોલીસ એ પકડાયેલા બુટલેગર પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.