ભિલાડમા આવેલી GHCL લિમિટેડ કંપનીના ટેક્સટાઇલ્સ ડિવિઝન દ્વારા હાલ કેમિકલયુક્ત પાણીની પાઇપલાઇનમા નિયમભંગ થતો હોવાનુ અને પાઇપલાઇન વારંવાર તૂટતી હોવાને કારણે પાઇપલાઇન જ્યાંથી પસાર થાય છે તે વિસ્તારમા કેમિકલ પાણી કૂદરતી જળ જમીનના સ્ત્રોતોને ખરાબ કરતુ હોવાની રાવ સંદર્ભે હાઇવે ઓથોરીટી દ્વારા આગામી એકાદ બે દિવસમા તપાસ કરી કંપની સામે પગલા ભરશે
ભિલાડ સ્થિત GHCL લિમિટેડ કંપની દ્વારા ભિલાડ કંપનીથી દમણગંગા નદીમા કેમિકલયુક્ત વેસ્ટ પાણીને છોડવાની મંજૂરી મેળવી છે પરંતુ આ પાઇપલાઇન રાષ્ટ્રિય ધોરી માર્ગ વિભાગની હદમાથી પસાર થાય છે જેમા ૨. ૫૦ મીટર જમીનમા ખોદકામ કરી લાઇન પાથરવાનુ હાઇવે ઓથોરીટી દ્વારા ફરમાવ્યા બાદ કંપની દ્વારા માત્ર ત્રણ ફૂટની ઉંડાઇએ પાઇપલાઇન પાથરી નિયમભંગ કરાતો હોવાની ફરિયાદ વલવાડાના માજી સરપંચ જયેશભાઇ દ્વારા કરવામાં આવી છે
ત્યારે આ સંદર્ભે હાઇવે ઓથોરીટીના મેનેજર સાથે વાત કરતા તેમણે કંપની દ્વારા પાથરવામાં આવતી પાઇપલાઇન અંગે તપાસના આદેશ આપ્યાની અને આ અંગે વિગતો મેળવી સ્થળ તપાસ કરી જો કંપની દ્વારા નિયમ ભંગ કરવામાં આવતો હશે તો તેમની સામે ચોક્કસ પગલા ભરવા ખાતરી ઉચ્ચારી છે
મેનેજરે વધુ જણાવ્યું હતુ કે કંપનીને ઓથોરીટીએ ૨૦૦૮મા પાઇપલાઇન હાઇવેની જગ્યામા હાઇવેને સમાંતર પાથરવા મંજૂરી આપી હતી જે બાદ હાઇવેના વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇનને ખસેડવા નોટીસ આપી હતી અને તે બાદ નિયમોનુસાર લાઇન પાથરવા તાકીદ કરી હતી
ઉલ્લેખનીય છે કે જયેશભાઇની રજૂઆત મુજબ જીએચસીએલ કંપની દ્વારા વર્ષ ૨૦૦૭મા હાઇવે ઓથોરીટી પાસે હાઇવેની હદની જમીનની સમાંતર દમણગંગા નદી સુધી આશરે ૧૦ કિમીની ટેક્સટાઇલ્સ ડિવિઝનમાંથી નિકળતુ વેસ્ટ કલરવાળુ વેસ્ટ ડીસ્ચાર્જ વોટર પાઇપલાઇન પાથરવાની મંજુરી માંગી હતી જે જે તે સમયે હાઇવે ઓથોરીટીએ નિયત રકમ આધારે મંજૂરી આપી હતી જે બાદ હાલમા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે નંબર ૮ ને સિક્સલેન બનાવવા સબબ કંપનીને પોતાની પાઇપલાઇન ખસેડવા જણાવ્યુ હતુ જે અંગે કંપની સંચાલકોએ ઓથોરીટીને લેખિતમા લાઇન ખસેડવાનું અને નવી લાઇન પાથરવાનુ કામ ખર્ચાળ હોય તે અંગે ભલામણ કરી હતી પરંતુ આખરે હાઇવે ઓથોરીટી સાથે નિયમ મુજબ જૂની લા઼ઇન ખસેડી નવી લાઇન પાથરવાનું શરુ કર્યુ હતુ જેમા હાઇવે ઓથોરીટીના નિયમ મુજબ જમીનમા ૨. ૫૦ મીટર ઉંડે લાઇન પાથરવાને બદલે માત્ર એકાદ મીટરની આસપાસની ઉંડાઇએ લાઇન પાથરવામા આવી છે અને આ સમગ્ર મામલે હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાતા હોવાનો આક્ષેપ થયો છે તો, આ સાથે કંપની દ્વારા કેટલાક વિસ્તારમા જમીનની ઉપર જ લાઇન પાથરી દેવાઇ છે માર્ગમા આવતા નદી નાળાઓમા પણ લાઇન ઉપરથી પાથરવામા આવી છે જેને લઇને વારંવાર પાઇપલાઇનમા ભંગાણ સર્જાઇ રહ્યુ છે અને આસપાસની જમીન રહેણાક વિસ્તારના બોર કુવાના તળ ખરાબ થઇ રહ્યા છે તો, પાઇપલાઇનો છેડો દમણગંગામા નક્કી કરાયેલ એક્યુરીમા નાખવાને બદલે તેનાથી દૂર છોડી દેવાયો હોવાનુ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનુસાર કંપનીમા વેસ્ટ ડીસ્ચાર્જ વોટરને ટ્રીટ કરીને છોડવાને બદલે અનટ્રીટેડ વોટર જ દમણગંગામા આવેલા ટાઇડલ ઝોન ડીપ ફ્રીઝરમા છોડાતુ હોવાની રાવ કરાઇ છે

