ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને 26/11ના હુમલા જેવા આતંકવાદી હુમલાની ધમકી આપતો ફોન આવ્યો હતો. ફોન કરનારે ઉર્દૂમાં વાત કરી અને કહ્યું, ‘જો સીમા હૈદર પરત નહીં આવે તો ભારત બરબાદ થઈ જશે.’ ફોન કરનારે 26/11ના આતંકવાદી હુમલાની ધમકી આપી હતી. ફોન કરનારે કહ્યું કે જો હુમલો થશે તો તેના માટે ઉત્તર પ્રદેશ સરકાર જવાબદાર રહેશે. મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમને 12 જુલાઈના રોજ આ કોલ આવ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે.
