દેશભરમાં અાંબેડકરની જન્મ જયંતિ પર કાર્યક્રમોનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પહેલા જ ચીમકી ઉચ્ચારી હતી કે એટ્રોસિટી એક્ટ હેઠળ વટહુકમ નહીં લાવવામાં આવે તો બાબા સાહેબની જન્મ જયંતી પર ભાજપના નેતાઓને બાબા સાહેબની મૂર્તિને ફૂલહાર કરતા અટકાવવામાં આવશે.
આ જ કારણે અમદાવાદ અને વડોદરા સહીત કેટલીક જગ્યાએ જીજ્ઞેશ મેવાણીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. અને તેમણે ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જઇને પુષ્પાજંલિ અર્પે તે પહેલા હંગામો અને વિરોધ કર્યો હતો.
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ તેમ પણ કહ્યું છે કે તેમના સમર્થકો શાંતિપૂર્વક રીતે દેખાવ કરી રહ્યા હતા. સાથે જ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે અમે તે લોકોનો વિરોધ કર્યો છે જે રોહિતની મોત અને ઉના કાંડ જેવી ઘટના માટે જવાબદાર છે.