VHP અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ જાહેર. તોગડિયા ગૃપના રાઘવ રેડ્ડીની હાર થઈ છે. અધ્યક્ષ પદે પૂર્વ જજ વિષ્ણુ કોંકજેનો વિજય. વિષ્ણુ કોંકેજ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે. પ્રવિણ તોગડિયા ગૃપને મોટો ફટકો પડ્યો છે. અા ચૂંટણી પ્રથમ વખત યોજવામાં અાવી હતી. વિષ્ણુ કોંકજે બે તૃતીયાંશ મતોથી જીતી ચુક્યા છે.
વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિષ્ણુ સતિષ કોકજનો વિજય થયો છે. આ માટે ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થયું છે. ચૂંટણીના પરિણામે પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો આપ્યો છે. 52 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ગુરુગ્રામ ખાતે યોજાયેલી ચૂંટણીમાં મતદાન કરવામાં આવ્યું હતુ.
ગત ડિસેમ્બરમાં ભુવનેશ્વર ખાતે વીએચપીના સદસ્યોની એક બેઠક યોજાઈ હતી અને તેમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા અધુરી રહી હતી. બે ઉમેદવારોમાં પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર તથા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિષ્ણુ સદાશિવ કોકજે યથાવત છે.
VHPની ચૂંટણીમાં તોગડિયા રેડ્ડીનું સમર્થન કરી રહ્યા છે. VHPના અધ્યક્ષ તરીકે રાઘવ રેડ્ડી સતત ત્રીજી ટર્મ મેળવવા માટે ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. VHPમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષને પરિષદના સદસ્ય મતદાનની પ્રક્રિયા દ્વારા ચૂંટે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષની પસંદગી ચૂંટાયેલા VHPના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. રાઘવ રેડ્ડીએ VHP અધ્યક્ષ તરીકેની બે ટર્મમાં તોગડિયાને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે.