[slideshow_deploy id=’38230′]અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરે જ તસ્કરો ડિવાઈન એવન્યુમા ત્રાટક્યા.નાઝરેથ કોલોનીના આ ફલેટમા રહેતા શિક્ષક પરિવારના ત્યાં લાખોની થઈ ચોરી.રાયખંડની આઈ પી મિશન સ્કુલમા શિક્ષક તરીકે ફરજ બજાવતા સમીર પરમારના ફલેટમા તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો.
પરિવારના પાંચ ફલેટના ત્રીજા માળે રહે છે અને ગરમીને લઈ છત પર સુવા માટે જતા તેજ છતની નીચે તસ્કરો એ હાથફેરો કયોઁ.૩૦ તોલા સોનાના ઘરેણા,૩૫૦ અમેરિકન ડોલર,રોકડ રકમ સાથે પરિવારના પાંચેય સભ્યોના ઓરિજનલ પાસપોર્ટ પણ તસ્કરો ચોરી ગયા. લાખો રુપિયાની ચોરી થઈ હતી.