સુરત: ચંદની પડવાને લઈ સુરતમાં ઓપરેશન હેલ્થ કેર, મોહનની મીઠાઈ સહિત 15 જગ્યાએ આરોગ્ય વિભાગનાં દરોડા, સેમ્પલો લેવાયા
આગામી દિવસોમાં સુરતમા ચંદની પડવા નિમિત્તે ઘારીનું વેચાણ કરવામાં આવે ચે ત્યારે ઘારીની ગુણવત્તા અને પૌષ્ટીક્તાને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલો લેવામાં આવ્યા હતા.
ફૂડ સેફ્ટી ઓફિસર વૈશાલી દેસાઈએ જણાવ્યું કે ધારીમાં વપરાતા હલકી કક્ષાના માવા,ઘી,ડ્રાયફ્રુટ, એડેડ કલરની તપાસ કરવામાં આવી રહી છે.ગુણવત્તાની ચકાસણી કરવામા આવશે.હેરના અલગ અલગ નવ ઝોનમાં ઘારી વિક્રેતાઓના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તમામ ધારીના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવનાર છે.
આરોગ્ય વિભાગે સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે આવેલા પ્રખ્યાત મોહન મીઠાઈની દુકાનમાં પણ દરોડા પાડ્યા હતા.મોહન મીઠાઈના ગોડાઉન ઉપર મોટી સંખ્યામાં ઘારી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંગે સેન્ટ્રલ ઝોનનાં ફૂટ સેફટી અધિકારી ડીડી ઠાકોરે જણાવ્યું કે ઘારીના નમુના લેવામાં આવ્યા છે, ભેળસેળ મળી આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફટી દ્વારા બાર જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
સુરતમાં ચંડી પાડવા નિમિત્તે લાખો રૂપિયાની ધારીનું વેચાણ થતું હોય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ફૂડ સેફ્ટીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સિવાય સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં 15 મીઠાઈ વિક્રેતાઓને ત્આં તપાસ કરી દૂધના માવાના 19 સેમ્પલો લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ફરસાણની દૂકાનમાંથી સેમ્પલો લેવાશે.ઘારી બનાવવા ઉપયોગમાં લેવાતના દૂધના માવાની તપાસ કરવામાં આવી રહી છે. દૂધના માવાના કારણે અનેક વખત ફૂડ પોઈઝનિંગના બનાવો બન્યા છે.મહાનગરપાલિકા અગમચેતીના પગલા રુપે ચેકીંગ કરી રહી છે.
વિગતો મુજબ હરીપુરા સ્થિત જૈન માવા ભંડાર અને શંકર માવા ભંડાર, ભાગળ સ્થિત ઓમ બંસી માવા ભંડાર, અંબાજી રોડ સ્થિત શ્રી કિષ્ણા માવા ભંડાર, બરાનપુરી-ભાગળ સ્થિત શ્રીનાથજી ચૂનીલાલ માવાવાલા, મેસર્સ દુર્લભ છગન માવાવાલા, મહિધરપુરા પીરછડી રોડ સ્થિત કૃષ્ણ માવા ભંડાર, સુરજ માવા ભંડાર ઉપરાંત જહાંગીરપુરા, ભટાર, મોટા વરાછા, કતારગામ સ્થિત અન્ય માવા વિક્રતાઓ સહિત કુલ 15 સંસ્થાઓમાંથી 19 નમૂનાઓ ટેસ્ટીંગ માટે ફુડ વિભાગે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.