દેશમાં સોમવારે આ વર્ષનો પહેલો ‘સુપરમૂન’:જાણો કેવી રીતે જોઈ શકાશે આ અતિ દુર્લભ નજારો
આ મહિનાની પૂર્ણિમાને ‘હાર્વેસ્ટ મૂન’ પણ કહેવામાં આવે છે :છેલ્લો ઓક્ટોબર હાર્વેસ્ટ મૂન 2020 જોવા મળ્યો હતો અને હવે પછી વર્ષ 2028માં દેખાશે.
ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ચુકી છે અને આ મહિના દરમિયાન હિન્દુ ધર્મના અનેક મોટા અને મહત્વના તહેવારો આવશે. જોકે આ મહિનો ફક્ત વ્રત અને તહેવારો માટે મહત્વનો હોવા ઉપરાંત એક ખાસ ખગોળીય ઘટના પણ જોવા મળશે. જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.
ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં એટલે કે 6 ઓક્ટોબરના રોજ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની ધરતીની ખૂબ જ નજીક હશે, માટે ધરતીવાસીઓને સુપરમૂનને જોવાની તક મળશે.
ઓક્ટોબરની પૂર્ણિમાને વિશ્વના અનેક વિસ્તારોમાં હાર્વેસ્ટ મૂનના નામથી ઓળખવામાં આવે છે.આપણા દેશમાં સામાન્ય રીતે અશ્વિન માસની પૂર્ણિમા હોય છે, જેને શરદ પૂર્ણિમા નામથી ઓળખવામાં આવે છે.
આ વર્ષે હાર્વેસ્ટ મૂન 6 ઓક્ટોબરના રોજ થશે.તે 7 ઓક્ટોબરના રોજ સવારે 3:48 વાગ્યે તેના પૂર્ણ તબક્કામાં પહોંચશે.ગયા મહિનાની પૂર્ણિમાની તુલનામાં આ વખતે પૂર્ણિમાનો સમય સપ્ટેમ્બર વિષુવથી 14 કલાક અને 19 મિનિટ વધારે છે. આ દુર્લભ સંયોગ 1970 અને 2050 વચ્ચે ફક્ત થોડી વાર જ બન્યો છે. છેલ્લો ઓક્ટોબર હાર્વેસ્ટ મૂન 2020 જોવા મળ્યો હતો અને હવે પછી વર્ષ 2028માં દેખાશે.
સપ્ટેમ્બર વિષુવ પછી તરત જ આવતી પૂર્ણિમાને હાર્વેસ્ટ મૂન કહેવામાં આવે છે.ઐતિહાસિક રીતે મૂળ અમેરિકન ખેડૂતો આ પૂર્ણિમાના પ્રકાશમાં મકાઈ અને કઠોળ જેવા પાકની લણણી કરતા હતા.ઋતુઓ બદલાતા પહેલા ખેડૂતો ઉનાળાના છેલ્લા પાકને ઘરે લાવવા માટે ચંદ્રમાના પ્રકાશમાં કામ કરતા હતા.
વર્ષ 2025નો પહેલો સુપરમૂન 6 ઓક્ટોબરે દેખાશે. આ મહિનાની પૂર્ણિમાને ‘હાર્વેસ્ટ મૂન’ કહેવામાં આવે છે કારણ કે તે શરદ વિષુવ પછી તરત જ આવે છે. આ મહિનાના પૂર્ણ ચંદ્ર દરમિયાન પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ,ચંદ્ર,તેની માસિક ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક આવે છે.તેનાથી ‘સુપરમૂન’બને છે, જે રાત્રિના આકાશમાં સામાન્ય કરતાં થોડો મોટો દેખાશે.
ભારતમાં ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓએ નોંધ લેવી જોઈએ કે ચંદ્ર સૂર્યાસ્તની આસપાસ ઉગશે.આ પૂર્ણિમા સાંજ પછી પૂર્વમાં સમગ્ર દેશમાં સ્પષ્ટપણે દેખાશે.