[slideshow_deploy id=’38345′]રામમંદિર નિર્માણને લઈને પ્રવિણ તોગડિયા આમરણ ઉપવાસ પર ઉતર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયા પદ પરથી દૂર થયા બાદ સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રવિણ તોગડિયાએ જાહેરાત કરી છે કે તેઓ અયોધ્યમાં રામ મંદિર નિર્માણને લઇને આમરણ ઉપવાસ શરૂ કરશે.અમદાવાદના વણિકર ભવનમાં કરશે ઉપવાસ.
પ્રવિણ તોગડીયાએ વડાપ્રધા નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી હતી.પ્રવિણ તોગડીયાએ પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે સરહદ પર સૈનિક સુરક્ષિત નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. અમારી દિકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી અને વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય છે.
પ્રવિણ તોગડીયા 32 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રહ્યાં. પ્રવિણ તોગડીયાને નવી ટીમમાં સ્થાન મળ્યું નથી અને આ સાથે પ્રવીણ તોગડીયાએ સંગઠન છોડવાની પણ જાહેરાત કરી હતી.
પ્રવીણ તોગડિયા સમર્થન મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આ ઉપવાસ આંદોલન જોડે છે તેની શકયતા છે.પ્રવીણ તોગડિયા આ આંદોલનને અખિલેસ વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટની સમર્થન મળે છે. જ્યારે વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટ સહિત દેશભરમાં સંતો મહંત પણ મોટી સંખ્યામાં આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.