ગાયત્રી જોશીનો જન્મ 1977 માં નાગપુરમાં થયો હતો અને તેણીએ તેણીના કોલેજકાળ દરમિયાન મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. શાહરૂખ ખાનની સામે તેણીની અભિનયની શરૂઆત કરતા પહેલા, ગાયત્રી જોશી ગોદરેજ, એલજી, પોન્ડ્સ, બોમ્બે ડાઇંગ, સનસિલ્ક અને ફિલિપ્સ જેવી બ્રાન્ડ્સ માટે જાહેરાતોમાં દેખાયા હતા.
ગાયત્રી જોશી તેના સમયની સૌથી લોકપ્રિય મોડલ પૈકીની એક હતી અને તેણે 1999માં મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો અને તે પાંચ ફાઇનલિસ્ટમાંની એક હતી. તેણીને બીજા જ વર્ષે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને તેણે જાપાનમાં મિસ ઈન્ટરનેશનલ 2000માં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ગાયત્રી જોશીની ફિલ્મ સ્વદેશ 2004માં રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ એક NRI NASA એન્જીનીયરની વાર્તા હતી, જે ભારતમાં પોતાના મૂળ તરફ પરત ફરી રહ્યો હતો. જો કે, ફિલ્મ રિલીઝ થયાના થોડા મહિના પછી, ગાયત્રી જોશીએ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા. તે તેના પતિ અને બે બાળકો સાથે મુંબઈમાં રહે છે.
સારી વાર્તા હોવા છતાં, ગાયત્રી અને કિંગ ખાન અભિનીત સ્વદેશ બોક્સ-ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી, પરંતુ શાહરૂખ ખાન અને ગાયત્રી જોશી બંનેએ ફિલ્મમાં તેમના અભિનય માટે વિવેચકો તરફથી પ્રશંસા મેળવી.
તમને જણાવી દઈએ કે ગાયત્રી જોશીના પતિ વિકાસ ઓબેરોય ઓબેરોય રિયલ્ટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જેની માર્કેટ કેપ લગભગ 30,000 કરોડ રૂપિયા છે. 52 વર્ષીય વિકાસ ઓબેરોયની કુલ સંપત્તિ 3.5 અબજ યુએસ ડોલર એટલે કે રૂ. 28,000 કરોડથી વધુ છે. ફોર્બ્સ અનુસાર, તેઓ હાલમાં 65માં સૌથી અમીર ભારતીય તરીકે સ્થાન ધરાવે છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube