મેજર લીગ ક્રિકેટની એલિમિનેટર મેચ MI ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ફ્રીડમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નાનો સ્કોર બનાવવા છતાં, MIએ શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં વોશિંગ્ટન ફ્રીડમને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે વોશિંગ્ટન ફ્રીડમની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
મેચમાં ટોસ જીત્યા બાદ વોશિંગ્ટન ફ્રીડમે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. MI તરફથી ઓપનિંગ કરવા આવેલા શયાન જહાંગીરે 25 અને મોનાંક પટેલ 5 રન બનાવીને રનઆઉટ થયા હતા. તે જ સમયે અનુભવી બેટ્સમેન નિકોલસ પૂરન 0 રને આઉટ થયો હતો. ડેવાલ્ડ બ્રુઈસે 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટિમ ડેવિડે 191ના સ્ટ્રાઈક રેટથી 23 રન ફટકાર્યા હતા. આ રીતે MIનો સ્કોર 141 રન પર પહોંચ્યો હતો.
વોશિંગ્ટન ફ્રીડમ તરફથી ચેઝ કરવા માટે મેથ્યુ શોર્ટે 8 રન, એન્ડ્રેસ ગૌસે 24, મુખ્તાર અહેમદે 19 રન બનાવ્યા હતા. આ સિવાય ગ્લેન ફિલિપ્સ અને બોલર માર્કો જેન્સને 28 રન બનાવ્યા હતા. દરેક ખેલાડીના સતત ફ્લોપને કારણે વોશિંગ્ટન ફ્રીડમની ટીમ માત્ર 125 રન જ બનાવી શકી હતી. MI બોલર ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી.
આ જીત સાથે, MI ન્યૂયોર્ક અને ટેક્સાસ સુપર કિંગ્સ બીજી ક્વોલિફાયર મેચમાં સામસામે ટકરાશે. આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. સિએટલ ઓરકાસ ટીમ પહેલા જ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. ક્વોલિફાયર 2 શુક્રવાર 28 જુલાઈના રોજ રમાશે. જ્યારે ફાઈનલ 30 જુલાઈના રોજ યોજાશે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube