અંજુ નસરુલ્લા લવ સ્ટોરીઃ પાકિસ્તાનના એક મોટા બિઝનેસમેને અંજુને 40 લાખ રૂપિયાનો અદ્ભુત લક્ઝરી ફ્લેટ ગિફ્ટ કર્યો છે.
ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુને ભેટમાં 40 લાખની કિંમતનો આલીશાન ફ્લેટ મળ્યો છે. અંજુએ ત્યાં પાકિસ્તાની બોયફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા અને હવે અંજુ ફાતિમા બની ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના એક મોટા બિઝનેસમેને અંજુને 40 લાખ રૂપિયાનો આલીશાન ફ્લેટ ગિફ્ટ કર્યો છે.
જોકે, પાકિસ્તાની બિઝનેસમેન વિશે વધુ માહિતી સામે આવી નથી. એ પણ ખબર નથી કે પાકિસ્તાની બિઝનેસમેને અંજુને આ લક્ઝરી ફ્લેટ કયા વિસ્તારમાં ગિફ્ટ કર્યો છે.