અમદાવાદ સાણંદના લોદરિયાળ ગામ પાસે આવેલા પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવવા બાબતે ડખ્ખો, 20 જેટલાં અજાણ્યા ટોળાંએ આવી પેટ્રોલપંપ પર કરી તોડફોડ, પેટ્રોલપંપની સામે આવેલી હોટલના કાચ પણ તોડ્યાં, ચાંગોદર પોલીસે અજાણ્યા ટોળાં સામે લુંટ તેમજ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.
અમદાવાદ સાણંદના લોદરિયાળ ગામ પાસે આવેલા અવધ પેટ્રોલ પંપ પર 20થી 25 જેટલા અજાણ્યા શખ્સોએ અાવી ડીઝલ પુરાવા જેવી નજીવી બાબતે તોડફોડ શરૂ કરી પેટ્રોલપંપના કર્મચારીઓને પણ માર માર્યો હતો. મામલો વધારે બીચકતા ચાંગોદર પોલીસે અજાણ્યા ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. પેટ્રોલપંપના માલીકને ઢોર માર મારવામાં અાવ્યો હતો સાથે સાથે પેટ્રોલપંપની સામે અાવેલી હોટેલમાં પણ તોડફોડ કરવામાં અાવી. પેટ્રોલપંપના માલીકને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતા.
ચાંગોદર પોલીસની હદ લાગતી હોવાથી ચાંગોદર પોલીસે અજાણ્યા ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.પેટ્રોલપંપના માલીકનું નિવેદન લેવામાં અાવશે.