ગુજરાતના શહેરોમાં બેફામ વીજ વપરાશ
અમદાવાદ, 2025
153 નગરપાલિકા પાસે નાણાં નથી. તેઓ ખર્ચ કરી શકે એવી હાલતમાં નથી.
માર્ચ 2025માં 53 નગરપાલિકાઓને વીજબિલ ભરવા સરકારે 190 કરોડ રૂપિયાની લોન આપી હતી.
ગુજરાતની 57 નગરપાલિકામાં 2024માં 311 કરોડના વીજ બિલ ભરી શક્યા ન હતા. છતાં નેતાઓ અને અધિકારીઓ 1200 એસી બંધ કર્યા ન હતા. ગુજરાતના વિકાસની બત્તી ગુલ કરવામાં નેતાઓ અને અધિકારીઓના વૈભવી ખર્ચા જવાબદાર માનવામાં આવે છે.
કેટલાક શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ હતી.
ગુજરાતના ભુજ, માંડવી, પોરબંદર, હળવદ, કુતિયાણા, પેટલાદ, પાદરા, લીંબડી, બાવળા, બારેજા, નડિયાદ, રાધનપુર, ડીસા, દહેગામ, વડાલી, સિધ્ધપુર, હારીજ, પાલનપુર, કલોલ, માણાવદર, સૂત્રાપાડા, બાબરા, મોરબી, ડભોઇ શહેરોની નગરપાલિકા વીજ બિલ ભરવા નાણાંકીય રીતે સક્ષમ નથી.
કેટલાક શહેરોમાં અંધકાર છવાય જાય તેમ હોવાથી તેનું વીજ જોડાણ કાપવામાં આવતા નથી.
ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે. પંચાયતોમાં સરપંચ અને તલાટી એસી વાપરતા થયા છે.
2024માં ગુજરાતની 125 નગરપાલિકાની આર્થિક રીતે કંગાળ હોવાથી વીજ વપરાશના 915 કરોડ ચૂકવવાના બાકી હતા.
અમદાવાદ
સાહેબોને પરસેવો ન થાય તે માટે પ્રજાના પરસેવાની કમાણીનો ધુમાડો અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા થઈ રહ્યો છે. 2022-23 માં વાર્ષિક લાઈટબીલ રૂ 320 કરોડ, 2023-24 માં 355 કરોડ થયું હતું. કોર્પોરેશનમાં સોલાર સિસ્ટમ છે છતાં વીજ બિલ વધી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં કરકસર શૂન્ય છે. દર વર્ષે ઉત્સવ-મહોત્સવ માટે કરોડો રૂપિયાનો ધુમાડો ભાજપ દ્વારા કરવામાં આવે છે. ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર એ.સી., પંખા અને લાઈટનો બેફામ વપરાશ થાય છે. જેના પરિણામે વીજ વપરાશ વધી રહ્યો છે.
2022-23માં વીજ બિલ રૂ 320 કરોડ હતું. 2023-24માં રૂ. 355 કરોડ થયો હતો. 2024-25માં વીજ બિલ રૂ. 400 કરોડ થઈ ગયું છે. બે વર્ષમાં વધીને તે રૂ. 500 કરોડ થઈ જાય એવી શક્યતા છે.
અધિકારીઓ અને ચુંટાયેલી પાંખની ઓફિસમાં બે-બે એસી મશીન, પંખા અને લાઈટો સતત ચાલતા રહે છે. કચેરીમાં નેતા અને અધિકારી હાજર હોય કે ગેરહાજર હોય પરંતુ એસી મશીન સતત ચાલતા હોય છે. જેના કારણે લાઈટ બિલનો ખર્ચ સતત વધી રહ્યો છે.
સ્ટ્રીટ લાઈટ, હોસ્પિટલ, સ્વીમીંગ પુલ, એસ્ટેટ વિભાગ વગેરેમાં પણ કરકસરના નામે શૂન્ય જોવા મળે છે. નાગરિકો પાસેથી દંડ પછાડી કર વસુલ કરનાર અધિકારી અને સત્તાધારી પક્ષ આ મામલે બેદરકાર સાબિત થઈ રહી છે.
કરકસર શૂન્ય જોવા મળી રહ્યું છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં વાર્ષિક રૂ.રર લાખ,
દ.પ.માં રૂ. 15 લાખ,
પશ્ચિમમાં રૂ. 21 લાખ,
ઉત્તરમાં રૂ. 12 લાખ,
દક્ષિણમાં રૂ. 13.85 લાખ,
દાણાપીઠ મુખ્ય કાર્યાલયમાં રૂ. 1.10 કરોડનું વાર્ષિક બીલ માત્ર એસી, પંખા અને લાઈટનું આવી રહ્યું છે.
2021
અમદાવાદની દાણાપીઠની મુખ્ય કચેરી સહિત તમામ ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસ સહિતની ઓફિસમાં વીજબીલ પેટે દર મહિને 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. વર્ષે 216 કરોડનું બિલ થયું હતું.
કચેરીઓમાં વીજ વપરાશ ઉપર અંકુશ લગાવવા કડક તાકીદ કરતો પરિપત્ર કરવામાં આવ્યો, પણ તે માત્ર કાગળ સાબિત થયો છે.
દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીના સી બ્લોકમાં મેયર, કમિશનર, હોદ્દેદારો અને ડેપ્યુટી કમિશનર બેસે છે. આ બ્લોકમાં દોઢ ટન અને બે ટનના 204 એરકન્ડીશન લગાવવામાં આવેલા છે.
ઉપરાંત રેફ્રિજરેટર અને વોટર પ્યુરીફાયર લગાવવામાં આવ્યા છે.
શહેરની વિભાગીય કચેરીઓ ઉપરાંત સ્કૂલ બોર્ડ, એએમટીએસ, એમ.જે.લાયબ્રેરી તથા તમામ હોસ્પિટલોના ઉપરી અધિકારીઓને કમિશનરે તાકીદ કરતા સુચના આપી છે.
રીસેશના સમયે અથવા કચેરીમાં અધિકારી કે પદાધિકારી હાજર ના હોય એવા સમયે લાઈટ,પંખા અથવા એરકન્ડીશન સહિતના અન્ય વીજ ઉપકરણો બંધ રાખવા તથા બિનજરૂરી ઉપયોગ ટાળવા કહ્યું હતું.
દાવો
AMC હાલમાં તેની ઉર્જાનો 14% નવીનીકરણીય સ્ત્રોતોમાંથી મેળવે છે અને ડિસેમ્બર 2025 સુધીમાં 43 ટકા સુધી વીજળી પેદા કરવાની જાહેરાત કરી હતી.
2024માં AMCનું વાર્ષિક વીજળી બિલ રૂ. 300 કરોડથી વધુ છે, જેમાં સ્ટ્રીટ લાઇટિંગનો હિસ્સો 12 ટકા વીજળી વપરાશ માટે છે. પાણી પુરવઠા માટે 68 ટકા વીજળી વાપરે છે. ગટર વ્યવસ્થા માટે 16 ટકા વીજળી વાપરતા હોવાનો દાવો સત્તા કરી રહી છે.
2 લાખ 13 હજાર વીજ થાંભલા
સ્ટ્રીટ લાઇટના 2.07 લાખ પોલ, હાઇમાસ્ટનાં 245 પોલ તથા બીઆરટીએસ કોરિડોરમાં 6000 એલઇડી પોલ મળી કુલ 2.13 લાખ જેટલા સ્ટ્રીટ લાઈટ પોલ નાખવામાં આવેલા છે.
જો સ્ટ્રીટ લાઈટ બંધ હોય તો 1800-1025-113/ 1800-1212-54781 અને 9821579436 પર SMS ફરિયાદ કરી શકાય છે.
ઠેકેદાર
લાઇટ ખાતાને સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરવામાં અને તેનાં મેઇન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટ માનીતાઓને આપવામાં આવે છે.
સ્ટ્રીટ લાઇટનાં પોલનાં ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટ સિટિલુંમ ઇન્ડિયા નામની કંપનીને 2 જાન્યુઆરી, 2020ના રોજ અપાયા હતા. જેની મુદત પૂરી થઇ ગયાને ત્રણ મહિના વીતી જવા છતાં નવા ટેન્ડર બહાર પાડવામાં વિલંબ થયો હતો. રાતના અંધારા છવાયેલા રહે છે.
કમિશનરે લાઇટ ખાતાનાં અધિકારીઓને શહેરનાં જુદા જુદા વિસ્તારોનાં નાઇટ રાઉન્ડ લઇ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે કે બંધ તેની તપાસ કરવા અને પ્રજાની હાલાકી ઘટાડવા સૂચના આપી હતી.
સ્ટ્રીટ લાઈટના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે ટેન્ડરમાં ગોટાળા મામલે લાઈટ વિભાગના ચાર અધિકારીઓને જૂલાઈ 2025માં ચાર્જશીટ આપી હતી.
25 કરોડનું ખર્ચ
વર્ષ 2019-20માં અમદાવાદ શહેરની સ્ટ્રીટ લાઈટની કામગીરી પાછળ રૂ. 25 કરોડનો ખર્ચ કર્યો હતો.
પણ થાંભલા કેટલાં છે તેની વિગતો ન હતી. સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ તથા થાંભલા ખસેડવા રૂ. કરોડથીનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
શેરી બત્તી બંધ
અમદાવાદ શહેરમાં ઓક્ટોબર 2024માં છેલ્લા 4 માસમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની 48 હજાર ફરિયાદો મળી હતી. મહિને 12 હજાર લાઈટો બંધ રહે છે. પ્રજાની સુવિધાની શેરી બત્તી ચાલુ રાખવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે ડોગ બાઈટ, ચેઇન સ્નેચિંગ, અકસ્માત જેવા બનાવો બને છે. અનેક વિસ્તાર એવા છે જેમાં રાત્રી દરમિયાન લાઈટ બંધ હાલતમાં હોય છે.
આમ ભાજપના મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર પોતે એસીમાં બેસે છે, પણ લોકોને સ્ટ્રીટ લાઇટ આપવામાં ધ્યાન આપતા નથી. 2022માં 25,000 સ્ટ્રીટલાઈટ અને 6,000 BRTS લેનને સ્માર્ટ સ્ટ્રીટલાઇટ તરીકે અપગ્રેડ કરવામાં આવી હતી. છતાં શેરીઓની લાઈટ બંધ રહેતી હતી.
પાંચ વર્ષમાં ફરિયાદ
એપ્રિલ 2025 સુધીના 5 વર્ષમાં તંત્રને સ્ટ્રીટ લાઈટની 4.80 લાખ ફરિયાદ થઈ હતી.
સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉભા કરવા પાછળ 119 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ પછી તેનાં મેઇન્ટેનન્સના અભાવે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા હોવાની ફરિયાદો છે.
સ્ટ્રીટ લાઇટનાં 2.07 લાખ પોલ, હાઇમાસ્ટનાં 245 પોલ તથા બીઆરટીએસ કોરિડોરમાં 6000 એલઇડી પોલ મળી કુલ 2.13 લાખ જેટલા સ્ટ્રીટ લાઈટ પોલ નાખવામાં આવેલા છે.
જેની પાછળ 119.48કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.
લાઇટ બંધની 4,78,072 ફરિયાદ નોંધાવા પામી છે.
સાઉથ ઝોનમાં 1,02,411 ફરિયાદ
વેસ્ટ ઝોનમાં 94,853,
નોર્થ ઝોનમાં 66,771,
સેન્ટ્રલ ઝોનમાં 59,991,
ઈસ્ટ ઝોનમાં 58,312,
નોર્થ વેસ્ટ ઝોનમાં 57,526,
સાઉથ વેસ્ટ ઝોનમાં 38,206 ફરિયાદ મળી હતી.
સૂર્ય ઉર્જા
સૂર્ય ઉર્જા ફારસ
સૂર્ય ઉર્જાની પેનલ સિસ્ટમ 5.5 મે.વો છે. 38 સ્થળોએ રૂ. 29 કરોડના ખર્ચે વસાવી છે. જેનાથી 94. 36 લાખ વીજ યુનિટના જનરેશન અને રૂ. 6. 13 કરોડની વીજળી પેદા કરી હતી. છતાં વીજ બીલ ઉંચા થઈ ગયા છે. દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ઉપરાંત અન્ય ઝોન ઓફિસ તેમજ બીઆરટીએસ સ્ટોપ ઉપર પણ સોલાર રુફટોપ અને પેનલો લગાવવામાં આવી છે.
રાતનું સ્વન્ન
શહેરના જાહેર સ્થળોએ સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટલાઇટ સ્થાપિત કરવાની યોજના બંધ કરી દીધી છે. બેટરી ચોરી અને તોડફોડ થાય છે. હવે સૌર સ્ટ્રીટલાઇટ મૂકવામાં આવતી નથી.
ગુજરાત 2024ના અંત સુધીમાં દેશના છત પરના સૌર સ્થાપનોમાં 46% હિસ્સો ધરાવે છે તે છતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
2030 સુધીમાં 100 ટકા સૂર્ય ઉર્જા અમદાવાદ શહેરની સરકાર કરવા માંગતી હતી. નવીનીકરણીય ઉર્જા પ્રાપ્ત કરવાના AMCના જણાવેલા ધ્યેયનો વિરોધાભાસ કરે છે.
બગીચાઓ અને તળાવો પર ગ્લાસ-રિઇનફોર્સ્ડ પોલિમર (GRP) સ્ટ્રીટલાઇટ થાંભલાઓ સ્થાપિત કરવા માટે રૂ. 3 કરોડના કરારને મંજૂરી આપી હતી.
સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા SOPનો મુસદ્દો તૈયાર કરવા માટે ઇલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનના નિષ્ણાતનો સમાવેશ કરતી એક પેનલની રચના કરવામાં આવી હતી.