બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ આ દિવસોમાં પોતાના કામમાંથી બ્રેક લઈને માતૃત્વનો આનંદ માણી રહી છે. અભિનેત્રી પુત્રી દેવીના ઉછેર પર પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી રહી છે, બિપાશા બાસુ તેના પતિ કરણ ગ્રોવર સાથે અવારનવાર પુત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. હાલમાં જ બિપાશા બાસુએ દીકરી દેવી વિશે એક મોટી માહિતી આપી, જેણે બધાને ચોંકાવી દીધા. અભિનેત્રીએ નેહા ધૂપિયા સાથેના લાઈવ વીડિયો કોલમાં ભાવુક થઈને કહ્યું કે તેની પુત્રી દેવીના જન્મથી જ તેના હૃદયમાં બે છિદ્ર છે. હવે આ સમસ્યાનો સામનો કરવા માટે દીકરીએ સર્જરી કરાવવી પડી. આ બોલતા બિપાશાનું ગળું દબાઈ ગયું.
જન્મ સમયે હૃદયમાં 2 હોલ હતા
બિપાશાએ વધુમાં જણાવ્યું કે, દેવીના 3 મહિના પછી તેની હાર્ટ સર્જરી કરવામાં આવી, આ ઓપરેશન 6 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન બિપાસા અને કરણ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા હતા, જોકે તેમની પ્રાર્થનાએ કામ કર્યું અને સર્જરી સફળ રહી. નેહા ધૂપિયા સાથે વાત કરતી વખતે બિપાશાએ તેની પર્સનલ લાઈફ અને કરિયર વિશે ઘણી વાતો કરી, પરંતુ તે પોતાની દીકરી વિશે શેર કરતી વખતે રડી પડી. બિપાશાની આ વાત સાંભળીને માત્ર નેહા જ નહીં પરંતુ તેના ફેન્સને પણ મોટો આંચકો લાગ્યો છે. અભિનેત્રીએ કહ્યું કે દેવીને જન્મથી જ તેના હૃદયમાં બે છિદ્રો હતા, જેને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ કહેવાય છે.
View this post on Instagram
પરિવારના સભ્યોથી આ વાત છુપાવી
બિપાશાને દેવીના જન્મના ત્રીજા દિવસે તેના હૃદયમાં છિદ્ર વિશે ખબર પડી હતી. તેમણે કહ્યું, ‘અમે સમજી શક્યા નથી કે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ (VSD) શું છે. બાળકના જન્મ પછી ત્રીજા દિવસે મને ખબર પડી કે તેના હૃદયમાં છિદ્ર છે. આ સાંભળીને અમારું મન હચમચી ગયું. કરણ અને હું સુન્ન થઈ ગયા. તે એક એવી ક્ષણ હતી, જેનું વર્ણન કરી શકાતું નથી. પરંતુ કરણ અને મેં નક્કી કર્યું કે અમે પરિવારના અન્ય કોઈ સભ્ય સાથે આ બાબત શેર કરીશું નહીં અને દેવીનું ઘરમાં ખૂબ ધામધૂમથી સ્વાગત કરીશું. જોકે અમે ખુશ રહીને પણ અંદરથી ખુશ નહોતા, પણ એ ક્ષણ અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતી.