આવકવેરા વિભાગે જીવન વીમા પૉલિસીમાંથી વાર્ષિક પ્રીમિયમ પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં આવકની ગણતરી કરવા માટે નિયમો ઘડ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આવકવેરા અધિનિયમ (સોળમો સુધારો), 2023 ને સૂચિત કર્યું છે. આમાં, જીવન વીમા પૉલિસીની પાકતી મુદત પર મળેલી રકમના સંદર્ભમાં આવકની ગણતરી કરવા માટે નિયમ 11UACA નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ જોગવાઈ તે વીમા પૉલિસી માટે છે જેમાં પ્રીમિયમની રકમ પાંચ લાખ રૂપિયાથી વધુ છે અને આવી પૉલિસીઓ 1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી જારી કરવામાં આવી છે.
સુધારા મુજબ, 1 એપ્રિલ, 2023 ના રોજ અથવા તે પછી જારી કરાયેલી પોલિસીઓ માટે કલમ 10(10D) હેઠળ પાકતી મુદતના લાભ પર કર મુક્તિ ત્યારે જ લાગુ થશે જ્યારે વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોય. આ મર્યાદા કરતાં વધુ પ્રીમિયમ માટે પ્રાપ્ત થયેલી રકમ આવકમાં ઉમેરવામાં આવશે અને લાગુ દરે કર લાદવામાં આવશે.
નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ULIP (યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન) સિવાયની જીવન વીમા પોલિસીના સંદર્ભમાં કરની જોગવાઈમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.
AMRG એન્ડ એસોસિએટ્સના સંયુક્ત ભાગીદાર (કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય કર) ઓમ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, ફોર્મ્યુલા મુજબ, પાકતી મુદત પર મળેલી કોઈપણ વધારાની રકમ પર “અન્ય સ્ત્રોતોમાંથી આવક” ની શ્રેણી હેઠળ કર લાદવામાં આવશે. જીવન વીમાધારકના મૃત્યુ પર પ્રાપ્ત રકમ માટે કરવેરા જોગવાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને પહેલાની જેમ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube