ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતી
અમદાવાદ, 7 ઓગસ્ટ 2025
7 ઓગસ્ટ 2002માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ચૂંટણી જીતવા માટે ગુજરાતની જનતાને વચનો આપ્યા તેમાં ઘણા પુરા કર્યા નથી. તેમણે આપેલા ચૂંટણી ઢંઢેરાના વચનોની આજે અત્યંત ખરાબ હાલત છે.
ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2002માં નરેન્દ્ર મોદીએ ભાજપ વતી જાહેર કર્યો હતો. ત્યારે તેઓ રખેવાળ મુખ્ય પ્રદાન હતા. તેમણે જાહેર કર્યું હતું કે, સંકલ્પપત્ર માત્ર ચૂંટણી ઢંઢેરો નથી કે પાંચ વર્ષની સરકારની કાર્ય-યોજના પણ નથી, પણ તે ઉપરાંત આ ઢંઢેરો 21મી સદીના ગુજરાતના વિકાસની દિશાનો પાયો નાખે છે! આ પાયો મજબૂત જ બનશે, કારણ કે ગુજરાતની ક્ષમતાનો પરિચય દેશને આપી દેવામાં આવ્યો છે.
ગુજરાતને 21મી સદીમાં લઈ જવાના બદલે 700મી સદીમાં લઈ જવાનું કામ કર્યું છે. જાગૃત લોકોને તૈયાર કરવાના બદલે અત્યાચાર કર્યા છે. ગુજરાતને વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપવાના બદલે ધાર્મિક અંધતા અને કોમો વચ્ચે વિખવાદોમાં વહેંચી દીધું છે.
ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અને લોકોની સ્વતંત્રતા વધે એવું એક પણ વચન મોદીએ આપ્યું ન હતું. ભ્રષ્ટાચારમાં દેશમાં સાતમાં સ્થાને ગુજરાત છે. દારૂબંધી અને ડ્રગ્સ ગણવામાં આવે તો ભ્રષ્ટાચારમાં દેશમાં પ્રથમ રાજ્ય છે.
મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે 14 વર્ષ પહેલાં 15 નેતા, 30 ઉચ્ચ ઓફિસર સામે લોકોયુક્તિમાં ફરિયાદ હતી. મોદીએ 10 વર્ષ સુધી લોકાયુક્તની નિયુક્તિ કરી ન હતી. 40 જેવા નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસ હતા. લાંચ રૂશ્વત વિભાગમાં 800 અને વિજિલન્સ કમિશનમાં 7 હજાર ફરિયાદ ભ્રષ્ટાચારની થતી હતી.
શિક્ષણમાં ક્રાંતિ કરવાનું વચન આપ્યું, ભારે ફી ધરાવતી ખાનગી શિક્ષણમાં વધારો કર્યો.
સિંચાઈ અને કૃષિમાં ગુજરાતની ક્રાંતિ કરવાની હતી ન થઈ. 2025માં અમદાવાદની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 1થી 3માં રૂ. 1 લાખ 40 હજાર ફી નિયત કરી હતી.
ગરીબીની રેખા નીચે જીવતા લોકોને ગરીબીમાંથી મુક્ત કરશેનું વચન આપ્યું આજે 2025માં 33 ટકા ગરીબી છે. 2025માં સરકારી આંકડા કહે છે કે 21 ટકા ગરીબી છે. પણ વાસ્તવમાં 33 ટકા ગરીબી છે. ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર છે.
નમામિ દેવી નર્મદે –
સરદાર સરોવર બંધ સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું. 2010માં પુરો કરવાનો હતો પણ 2022માં પણ પુરો ન થયો.
નર્મદાની નહેરો અને નેટવર્કને સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું, આજે નહેરો અધુરી છે. ડિસેમ્બર 2023માં
નર્મદા નહેર 69497 કિ.મી.માંથી 5724 કિલોમીટર નહેરોનું કામ બાકી હતું.
નર્મદાની નહેરથી નદીઓમાં પાણી છોડી બંધ બનાવવાના હતા. ઓછા બન્યા છે.
નર્મદા નહેરના પાણીને સુસંગત એવા વોટર સ્પોર્ટ્સ, પ્રવાસન, રિક્રિએશન સેંટર્સ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ, એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગો વગેરેનો વિકાસ થાય- તે માટે અભ્યાસ જૂથ રચીશું. કંઈ ન થયું. સરદાર પટેલનું પૂતળું નર્મદા નદી પર બનાવ્યું ખરું તે પણ આદિવાસીઓ પર અત્યાચાર કરીને.
રાજ્યના જુદાં-જુદાં ઉદ્યોગગૃહો એક એક રમતને “દત્તક” લેતાં તેના વિકાસ માટે રમતવીરોને પ્રોત્સાહન આપશે, આજે કોઈ ઉદ્યોગો દત્તક નથી લેતા.
શ્રેષ્ઠ રમતવીરોને અગ્રિમતાના ઘોરણે નોકરી મળે, તે બાબતે પગલા લેવામાં આવશે. કોઈ પગલાં ન લીધા. 2010થી 2025 સુધીમાં ગુજરાતમાં 50 ખેલાડીઓને કેન્દ્ર સરકારે નોકરી આપી પણ ગુજરાત સરકારે ન આપી.
અનુસૂચિત જાતિના કલ્યાણ માટે –
ખાદી અને હાથવણાટના વણકારોને રોજી મળે, તે રીતે ખાદી હાથ વણાટ અને હસ્તકલા ઉદ્યોગને આગળ વધારવામાં આવશે. ખાદીનું વણાટકામ જ બંધ થઈ ગયું છે. થોડા બચ્યા છે. જે ખાદી વેચાય છે તે હાથથી વણેલી નથી હોતી. ભાજપ સત્તામાં આવ્યો ત્યારે 95 હજાર લોકોને બેરોજગારી હતી આજે શુદ્ધ ખાદી બંધ થઈ ગઈ છે.
સફાઈના કામદારોને સેવાપોથી મળશે.
ચમાર ભાઇઓને ચમારકામ માટે વાડાની જમીન નીમ કરી આપીશું. યોજના જ લગભગ બંધ જેવી છે.
બાકી રહેતા તમામ આદિવાસીઓને સનદો આપીશું. 84,580 આદિવાસીઓને આજે પણ જમીન અપાઈ નથી.
આદિવાસીઓની પર્વતીય ખેતીને પાણી આપવા માટે વરસાદની સીઝનના પાણીનો ચેક ડેમ કે ટાંકા દ્વારા સંગ્રહ કરીશું. ન થયા. થયા તો તે તૂટી ગયા.
આંગણવાડી મહિલા કલ્યાણ બોર્ડ –
દરેક ગામમાં આંગણવાડી અને બધી આંગણવાડીને એક મકાન! 2025માં 10 હજાર આંગણવાડી પાસે મકાન નથી. પૈસા વણવપરાયેલા પડી રહે છે.
78 ટકા બાળાઓમાં પોષણ ઓછું હોય છે અને તેમને ખૂટતું પોષણ મળી રહે, તે માટે ખોરાક અને દવાનું આયોજન. આજે પણ કુપોષણ ઓછું થયું નથી.
ગુજરાતમાં પાંચ વર્ષથી નીચેની વયના બાળકોમાં 39 ટકા બાળકો હજુ પણ લાંબા સમયથી કુપોષિત છે અથવા તો ઠીંગણા છે. 2016 સુધીમાં બાળકોમાં ગંભીર કુપોષણ હતું.
બક્ષી પંચની 132 જ્ઞાતીઓની પુન: સમીક્ષા કરી તેમાંથી અતિ પછાત જ્ઞાતિઓના વિકાસ માટે ખાસ પગલાં લેવામાં આવશે.
અલ્પસંખ્યક કલ્યાણ :ધર્મ અને ભાષા પર આધારિત લઘુમતીઓને શાંતિ અને સલામતી, તેમજ વિકાસ અને પ્રગતિની પૂરતી તકો મળે, તેવું આયોજન કરવું.
બેકારીનું નિવારણ કરીશું. 2021માં રાજ્યમાં 4 લાખ 12 હજાર 985 બેરોજગારો હતા. 2 વર્ષમાં માત્ર 1,777 બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી હતી.
સ્વશક્તિ પરિવાર યોજના –
33 લાખ ગરીબીની રેખાથી નીચે રહેતાં પરિવારોમાંથી એકને રોજગારી આપવા બાબતે પાંચ વર્ષમાં કુલ 1.5 લાખ “સેલ્ફ હેલ્પ જૂથ”ની રચના. કોઈ રચના ન થઈ.
- “ગ્રામ ત્યાં જ રોજી” ની નીતિ સામે અમલ કરવું. શહેરોની વસ્તી 43 ટકાથી વધીને 51 ટકા થઈ ગઈ, ગામડા ખાલી થઈ ગયા.
- ગ્રામમિત્રની યોજનાથી દરેક ગામમાં પાંચ યુવાનોને પર્યાવરણ જાળવણી, જળ અને ભૂમિ સંરક્ષણ, તેમજ વોટરશેડ કામોમાં લોકોને ભાગીદાર બનાવી તેમને રોજગારી આપવા તેમજ ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમો બનાવવા. ન થયું.
ગ્લોબલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેંટ બોર્ડની ગોઠવણ –
ગુજરાતનો યુવાન, ઉચ્ચ શિક્ષણ પામવા માટે કે પછી નોકરી કરવા માટે પરદેશ ન જાય અને કોઇ રીતે લાલચમાં આવતાં લેભાગુ દલાલોના હાથમાં ન ફસાય, તે માટે રાજ્ય પોતે જ આવા યુવાનોને સહાયરૂપ થશે. વિદેશમાં વધારે જવા લાગ્યા છે.
વડીલ નાગરિક સેવા સમિતિ ન બની.
સહકાર –
બંધ થયેલી નાગરિક સહકારી બેંકોના થાપણદારોને વીમા કવચના રૂ. 1 લાખ સુધીના થાપણના નાણાં 6 મહિનામાં ચૂકવી દેવાય, તેવો પ્રબંધ કરીશું.
પશુ ઉછેર માટે મોબાઇલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર વિમેન શરૂ કરવામાં આવશે.
વાહનવ્યવહાર –
છકડા અને જીપે વાહન વ્યવહારના માધ્યમ તરીકે મહત્વનું સ્થાન મેળવી લીધું છે. પ્રજાજનોને રાહત રહે, તે માટે વિચાર કરીને યોગ્ય કાયદાકીય ફેરફારો કરીશું. કાયદા ન બદલાયા.
શહેરી વિકાસ –
શહેરી વિસ્તારોમાં હયાત ઝૂંપડપટ્ટી વિસ્તાર માટે અલગ યોજના તૈયાર કરવામાં આવશે અને તેમાં રહેનારા લોકોને પાકું ઘર મળે. 2025માં 25 હજાર ઝૂંપડાઓ તોડીને લોકોને રસ્તા પર લાવી દીધા.
પંચાયતી રાજને વિકેંદ્રીકરણથી સક્ષમ બનાવવા “અભ્યાસ સમિતિ” બનશે. પંચાયતોના અનેક અધિકારો છનવી લેવામાં આવ્યા છે.
રાજકોટ અને સુરતમાં હાઈકોર્ટની બેંચ. ન આપી.
લોકોભિમુખ વહીવટ માટે ગુજરાતી કૌશલ્ય બુદ્ધિસાગર પરિષદ ન બની.
ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે નિષ્ણાત અને અગ્રણી નાગરિકોની એક બિન સરકારી સ્વાયત્ત “થિંક ટેંક” ની રચના કરવામાં આવશે. ન થઈ.
રાજ્યમાં વિવિધ સામાજિક, ઔધોગિક અને તેમજ આંતર માળખાકીય વિકાસ માટે તજજ્ઞોની બિન સરકારી પેનલની રચના કરવામાં આવશે. કોઈ પેનલ ન બની. ભ્રષ્ટાચાર વધી ગયો.
કર્મયોગી યોજના –
લોકમિત્ર ભાવનાવાળા વહીવટ, સામાન્ય નાગરિકના પ્રશ્નો ઝડપથી નિકાલ થાય અને વહીવટને વધુ માનવીય બનાવવા અગ્રિમતાના ઘોરણે પગલાં લઈશું. લોકો પરેશાન છે. 2021થી 2025 સુધીના 4 વર્ષમાં સ્વાગત ઓન લાઈ ફરિયાદ 2 લાખ 40 હજાર આવી હતી.
બિન જરૂરી વિલંબ ટાળવા વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ કરાશે. પણ આજે લોકો ધક્કા ખાય છે.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે આવનાર વર્ષોમાં એક પણ કતલખાનાને મંજૂરી અપાશે નહિ અને જે ગેરકાયદેસર છે, તેને બંધ કરાશે. વર્ષે 75 હજાર મોટા પશુઓની કતલ થાય છે. 70 લાખ બળકો ઓછા છે. એટલા જ પાડા ઓછા છે. બધા કતલખાને ગયા છે.
યાત્રાધામોના દસ કિલોમીટરના વિસ્તારમાં કતલખાના બંધ કરવા.
સુદર્શન સુરક્ષા કવચ –
રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવું. ત્રાસવાદ સામે લડવાની યુવાનોને તાલીમ આપવી.
સરહદે આવેલાં વિસ્તારના રહીશો માટે ખાસ ઓળખપત્ર અને હથિયારની તાલીમ સાથે પરવાનગી આપવી.
સરહદે આવેલા વિસ્તારમાં સૈન્ય પ્રશિક્ષણ આપવું અને તેની સ્કૂલોની સ્થાપના કરવી.
શહીદોના કુટુંબોની સાર-સંભાળ માટે અલગથી એક વિભાગ બનશે.
ખેતી માટેનો વીજ પુરવઠો 14 કલાક આપવાનું આયોજન કરીશું. 8 કલાક પણ મળતી નથી.
ખેડૂતોને ચિંતા કરાવતી વિજળીમાં “મીટર પ્રથા” અંગે રાષ્ટ્રીય નીતિ બનવી જોઇએ, એમ અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ.
“મીટર પ્રથા” દાખલ નહિ થાય. નવા વીજ જોડાણમાં મીટર ફરજિયાત કરી દેવાયા છે.
દરેક ગામમાં ચાર-પાંચ બેકાર યુવાનોના જૂથને સસ્તા ભાવમાં પવન ચક્કી મળે અને તે માટે ધિરાણ મળે, તેની ગોઠવણ કરવામાં આવશે.
કોસ્ટલ એરિયા ડેવલપમેંટ બોર્ડની સ્થાપના.
ઔદ્યોગિક મૂડીના રોકાણમાં ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવી જાય, તેવી નીતિ બનાવવી.
વિષયવાર યુનિવર્સિટી બનશે.
ખંભાતના અખાતને મીઠા પાણીનું સરોવર બનાવવા અભ્યાસ જૂથ બનશે. 1995થી 2025ના 35 વર્ષમાં યોજના ન બની.
ગુજરાતની સમુદ્રને મળતી નદીઓના પાણીને રોકીને સમુદ્ર કિનારાને કેરાલાની જેમ લીલુડી વાડી બનાવવા દરિયાને નાથીશું. આના લીધે સેલીનીટીનો પ્રશ્ન હળવો થશે અને ભૂગર્ભમાં જળ વધશે.
ખારી જમીન વધી છે. ગુજરાતના દરિયાકાંઠે 765 કીમી જમીનનું ધોવાણ થયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 534 ગામોમાં 7,00,120 હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ હતી.